રેડ ઝોનમાં શેર બજાર, આ કારણોથી માર્કેટમાં 5 દિવસથી થઇ રહ્યો છે ઘટાડો
નવી દિલ્હીઃ બજેટ પહેલા મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને શેરબજાર રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હોવા અંગે કહ્યું હતું કે તેનાથી સતર્ક થવાની જરૂર છે. તેમણે આ તેજી માત્ર થોડા સમય માટે જ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમની આ આશંકા માત્ર 5 દિવસમાં જ સાચી સાબિત થઈ ગઈ છે. જાન્યુઆરીના અંતે નિફ્ટી 11,000થી ઉપર અને સેન્સેક્સ 36,000થી ઉપર હતો. બજેટ બાદ શેરબજારમાં આવેલા ઘટાડા માટે ઘણા કારણો જવાબદાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન શેરબજારમાં આવેલા 6 વર્ષના સૌથી મોટા ઘટાડાના કારણે બોન્ડ યીલ્ડમાં વધારો પણ એક મુખ્ય કારણ છે. અમેરિકમાં બોન્ડ યીલ્ડ 2.88 ટકા સુધી પહોંચી ગયું છે. આ કારણે ડાઉ ડોન્સ 4.60 ટકા તૂટ્યો છે.
એશિયન બજારોમાં નબળાઇઃ અમેરિકન માર્કેટમાં આવેલા રેકોર્ડ ઘટાડા બાદ એશિયન શેરબજારોમાં પણ ભારે વેચવાલી ચાલુ છે. જાપાનના શેરબજારનો ઇન્ડેક્સ નિક્કેઇ 1,115 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. હોંગકોંગના હેંગસેંગમાં પણ 1000થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સિંગાપુર નિફ્ટીમાં પણ 300થી વધારે પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.
આરબીઆઈ મોનેટરી પોલિસીની બેઠકઃ આજથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સમીક્ષા સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. બજેટમાં ખેડૂતોની હાલત સુધારવા માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્થિતિમાં આરબીઆઈ વ્યાજદરોમાં ઘટાડાથી બચશે.
અમેરિકન શેરબજારમાં ઘટાડોઃ સોમવારે અમેરિકન બજારમાં છેલ્લા 6 વર્ષનો સૌથી મોટા ઘટાડો જોવા મળ્યો. સોમવારે ડાઉજોન્સ 1175 પોઇન્ટ તૂટીને બંધ થયો. જે ઓગસ્ટ 2011 પછી આવેલા સૌથી મોટો ઘટાડો છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર થઇ અને મંગળવારે માર્કેટ ખુલતા જ મોટો કડાકો બોલ્યો.
બજેટથી રોકાણકારો થયા નિરાશઃ બજેટના દિવસે નાણામંત્રી અરૂણ જેટલીએ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લગાવવાની જાહેરાત કરી. આ કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું. બજેટના દિવસથી શેરબજારમાં સતત ઘટાડો ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -