બજેટ 2018: સરકારે વરિષ્ઠ નાગરીકોને આપી રાહત, જાણો કેટલો થશે ફાયદો
જ્યારે 80ડીડીબી અંતર્ગત કેટલીક વિશેષ ગંભીર બીમારીઓ પર સ્વાસ્થ ખર્ચ માટે કપાત મર્યાદા 60,000 રૂપિયા (60થી 80 વર્ષની ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે) અને 80,000 રૂપિયા (80 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે)થ વધારીને તમામ વરિષ્ઠ નાગરિકો માટે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત પ્રધાનમંત્રી વયવંદના યોજનાનો ગાળો માર્ચ 2020 સુધી વધારવામાં આવ્યો છે. ઉપરાંત આ યોજના અંતર્ગત 7.5 લાખ રૂપિયા સુધીના રોકાણ હતું તેને વધારીને હવે 15 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.
વરિષ્ઠ નાગરીકોને હવે જમા રકમ પર 50 હજાર રૂપિયા સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે. પહેલા આ મર્યાદા 10,000 રૂપિયા હતી. ઉપરાંત આ વ્યાજ પર 194એ અંતર્ગત ટીડીએસ પણ કાપવામાં નહીં આવે.
નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સમાં રાહતની આશા રાખીને બેસેલ મધ્યમ વર્ગને બજેટમાં કંઈ ખાસ મળ્યું નથી. નાણામંત્રીએ બજેટ ભાષણમાં ટેક્સ છૂટ મર્યાદામાં કોઈ વધારો કર્યો નથી. જોકે અરૂણ જેટલીએ વરિષ્ઠ નાગરીકોને ચોક્કસ થોડીક રાહત આપી છે.
જ્યારે સેક્શન 80ડી અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને જનરલ મેડિકલ એક્સપેન્ડિચર પર ટેક્સ છૂટ મર્યાદા 30 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -