UP ઇન્વેસ્ટર્સ સમિટઃ અદાણી 35,000 કરોડનું કરશે રોકાણ, PNB કૌભાંડ મુદ્દે સમગ્ર સિસ્ટમને ગણાવી જવાબદાર
અદાણીએ ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો શ્રેય પીએમ મોદીને આપતા કહ્યું કે, તમે જે બીદ વાવ્યા છે તેના કારણે આગામી 12 વર્ષમાં ભારતના જીડીપીમાં ત્રણ ગણો વધારો થશે. તેનાથી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૌતમ અદાણીએ સમિટને સંબોધતા પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં 35,000 કરોડનું રોકાણ કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો ઉલ્લેખ કરતાં અદાણીએ કહ્યું કે, 2003માં શરૂ થયેલી સમિટમાં 500 ઉદ્યોગપતિ આવ્યા હતા પરંતુ 2017માં તેમાં 100 દેશોના 55,000 લોકોએ હિસ્સો લીધો હતો.
લખનઉઃ ઉત્તર પ્રદેશ ઇન્વેસ્ટર્સ સમિટ 2018માં દેશના ટોચના ઉદ્યોગપતિ દ્વારા મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઉત્તર પ્રદેશમાં 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેમણે પીએનબી કૌભાંડ માટે દોષનો ટોપલો સિસ્ટમ પણ ઢોળતા કહ્યું કે, સિસ્ટમમાં ખામીના કારણે આટલું મોટું કૌભાંડ થયું અને તેના માટે બધા જવાબદાર છે.
પીએમ મોદીના વખાણ કરતાં અદાણીએ કહ્યું, જ્યારે તમે 2002માં ગુજરાતમાં સત્તામાં હતા ત્યારે સુધારાની પ્રક્રિયાને પ્રથમ વખત શરૂ કરી. જે વિકાસના એજન્ડા પર આધારિત હતી. તમે 2003માં રિસર્ચના આવા જ પ્રોગ્રામ શરૂ કરાવ્યા. જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -