ટૂંકમાં લાગુ થશે દેશભરમાં તમામ માટે યૂનીવર્સલ મિનિમમ વેજ કાયદો, સરકારની મોનસૂન સત્રમાં લાવાવની તૈયારી
નવી દિલ્હીઃ તમામ ઉદ્યોગ અને વર્કર્સ માટે યૂનીવર્સલ મિનિમમ વેજ ટૂંકમાં જ હકીકત બની જશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેમાં તે તમામ કર્મચારી પણ સામેલ હશે, જેમનો માસિક 18,000 રૂપિયાથી વધારે પગાર મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેજ કોડ બિલ કેન્દ્ર સરકારને દેશમાં તમામ સેક્ટર માટે એક મિનિમમ વેજ નક્કી કરવાનો પાવર આપશે, જેનાથી તમામ રાજ્યોમાં તેને લાગુ કરવાનો રહેશે. જોકે, રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા નક્કી મિનિમમ વેજ કરતાં પોતાના અધિકારક્ષેત્રમાં વધારે પગાર આપવાની પણ ભલામણ કરી શકશે. ઉપરાંત મિનિમમ વેજ શ્રમિકોનને તમામ શ્રેણિઓ માટે હશે. હાલમાં આ માત્ર નોટિફાઈ ઇન્ડસ્ટ્રીઝ અથવા કાયદા અંતર્ગત સ્થાપિત ઉદ્યોગો પર લાગુ પડે છે.
એક સૂત્રએ જણાવ્યં કે, શ્રમિક મુદ્દો પર નાણાંમંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી મંત્રી સ્તરીય સમિતિએ પહેલીથી જ વેજ કોડને મંજૂરી આપી દીધી છે. હવે તેને કાયદા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું છે, જેને હવે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે. શ્રમ મંત્રાલય આ કાયદાને સંસદમાં મોનસૂન સત્રમાં રજૂ કરવા માગે છે, જે આવતા મહિને શરૂ થવાની ધારણા છે.
અધિકારીએ જણાવ્યું કે, પ્રસ્તાવિત વેજ કોડને મંજૂરી માટે ચાલુ મહિને કેન્દ્રીય કેબિનેટ સામે રજૂ કરવામાં આવશે. આ મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવિત કાયદાને સંસદમાં પસાર કરાવવા માટે મોનસૂન સત્રમાં રાખવામાં આવશે.
તેવી જરીતે યૂનીવર્સલ મિનિમમ વેજ તમામ શ્રમિકો માટે કોઈપણ પગર મર્યાદા વગર લાગુ થશે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મિનિમમ વેજ 18,000 રૂપિયા સુધી માસિક પગાર મેળવતા કર્મચારીઓ માટે જ લાગુ પડે છે. પ્રસ્તાવિત વેજ કોડમાં મિનિમમ વેજ એક્ટ 1948, પેમેન્ટ ઓફ વેજીસ કાયદા 1936, પેમેન્ટ ઓફ બોનસ કાયદા 1965 અને ઇક્વલ રેમૂનરેશન કાયદા 1976ને આવરી લેવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -