વીડિયોકોન ગ્રુપને લોન આપવા મુદ્દે ICICI બેંકે કરી સ્પષ્ટતા, કહ્યું – ચંદા કોચર પર છે ભરોસો
. બાદમાં આ કંપનીનો માલિકી હક માત્ર 9 લાખ રૂપિયામાં ચંદા કોચરના પતિ દીપક કોચરના ટ્રસ્ટને સોંપી દેવાયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે વેણુગોપલના વીડિયોકોન ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેંકની 3250 કરોડ રૂપિયાની લોન મળ્યાના 6 મહિના બાદ દીપક કોચરને ટ્રાન્સફર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ડિસેમ્બર 2008માં વીડિયોકોન ગ્રુપના માલિકા વેણુગોપાલ ધૂતે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ અને એમડી ચંદા કોચરના પતિ દીપક કોચર તથા તેના બે સંબંધીઓ સાથે મળી એક કંપની બનાવી હતી. બાદમાં આ કંપનીને 64 કરોડની લોન આપવામાં આવી હતી. લોન આપનારી કંપની વેણુગોપાલ ધૂતની હતી
આઈસીઆઈસીઆઈ બેંકે એમ પણ કહ્યું કે, 20 બેંકોએ વીડિયોકોનને લોન આપી હતી. બેંક લોન આપનારા કંસોર્ટિયમનો હિસ્સો હતા, જેમાં તેમનું યોગદાન માત્ર 10 ટકા હતું. અન્ય બેંકોએ જે શરતો પર વીડિયોકોનને લોન આપી હતી તે બધાનું પાલન બેંકે પણ કર્યું હતું.
5 માર્ચ 2016ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે દેવાના ડુંગળ તળે દબાયેલા વીડિયોકોન ગ્રુપને તેના ખરાબ ટ્રેક રેકોર્ડ હોવા છતાં લોન આપી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ધૂત અને દીપક કોચરના બિઝનેસ સંબંધોના કારણે આમ કરવામાં આવ્યું.
નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચર પર વીડિયોકોન ગ્રુપને લોન આપવા મુદ્દે ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો આરોપ લગાવવામાં આવ્યા બાદ બેંકે તેનો બચાવ કર્યો છે. બેંકનું કહેવું છે કે તેમને કોચર પર પૂરો ભરોસો છે. સોશિયલ મીડિયા પર જે ખબર ચલાવવામાં આવી રહી છે તેને ઉદ્દેશ માત્ર બેંક અને તેના એમડીની છબી ખરડાવવાનો છે.
આઈસીઆઈસીઆઈ બેંકે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘બોર્ડને બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચર પર પૂરો ભરોસો છે. તથ્યોને જોયા બાદ બોર્ડ એવા તારણ પર પહોંચ્યું છે કે, ભાઈ-ભત્રીજાવાદ અને હિતોના ટકરાવ સહિત ભ્રષ્ટાચારની જે અફવા ચાલી રહી છે તેમાં કોઈ વાસ્તવિકતા નથી.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -