✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સની કંપનીએ 9000 કરોડની લોન ન ભરતા વિજ્યા બેન્કે જાહેર કરી દેવાદાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 May 2018 01:50 PM (IST)
1

નવી દિલ્હીઃ પબ્લિક સેક્ટરની વિજ્યા બેન્કે અનિલ અંબાણીની ગ્રુપની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગને આપવામાં આવેલી લોનને જાન્યુઆરી-માર્ચ 2018માં ત્રિમાસિકથી નોન પરફોર્મિગ અસેટ (એનપીએ)જાહેર કરી દીધી છે. રિલાયન્સ નેવલના ઓડિટર્સે તાજેતરમાં જ આ કંપનીના અસ્તિત્વને ટકાવી રાખવાને લઇને આશંકાઓ જાહેર કરી હતી. અગાઉ આ કંપનીનું નામ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ હતું. અનિલ અંબાણી ગ્રૂપે 2016માં એને ટેકઓવર કરી હતી અને તેને રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગનું નામ આપ્યું હતું.

2

રિલાયન્સ નેવલ સહિત કેટલીક કંપનીઓને કેટલીક બેન્કોએ એસડીઆર અને એસ4એ જેવી રિસ્ટ્રક્ચરિંગ સ્ક્રીમમાં નાખી છે. વિજયા બેન્કના એક મોટા અધિકારીએ જણાવ્યું કે, રિલાયન્સ નેવલ પુનર્ગઠન(SDR) અંતર્ગત હતી પણ તેનું એક્ઝેક્યુશન ન થયું હોવાથી માર્ચ ત્રિમાસિકમાં તેને NPAમાં સમાવિષ્ટ કરવામાં આવી.

3

વિજયા બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તમામ બેન્કો પાસે રિલાયન્સ નેવલ સહિત થોડાં ખાતાં SDR અને S4 જેવી પુનર્ગઠન યોજનાઓ અંતર્ગત હતાં. 12મી ફેબ્રુઆરીના સર્ક્યુલરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ખાતાનું પુનર્ગઠન ન થઈ શકે તેને NPA તરીકે ગણવાં.

4

12 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા નિર્દેશમાં આરબીઆઇએ તમામ પ્રકારની રિસ્ટ્રક્ચરિંગ પર રોક લગાવી દીધી છે અને તેણે બેન્કોને કહ્યું હતું કે, કંપનીના એક દિવસના પણ ડિફોલ્ટ કરવા પર તેના રિઝોલ્યૂશન પ્લાન પર કામ શરૂ કરે. આરબીઆઇએ કહ્યું હતું કે, જો ડિફોલ્ટ કરનારી કંપની ત્યારબાદ 180 દિવસોમાં લોનની રકમની ભરપાઇ ના કરે તો બેન્ક પૈસાની વસૂલી માટે રાષ્ટ્રીય કંપનીવિધિ ન્યાયાધિકરણ પાસે જાય.

5

આ કંપની પર બે ડઝનેક બેન્કોનું 9000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. કંપનીને સૌથી મોટી લોન આઇડીબીઆઇ બેન્કોએ આપી છે. કંપનીને સરકારી બેન્કોએ વધારે લોન આપી છે. બેંગલુરુની વિજયા બેન્કે કહ્યું કે, 12 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેન્કે એનપીએ રિઝોલ્યૂશન ફ્રેમવર્કમાં ફેરફાર કરવાને કારણે તેને રિલાયન્સ નેવલને આપવામાં આવેલી લોનને એનપીએ કેટેગરીમાં નાખવી પડશે. સેન્ટ્રલ બેન્કે NPAના ઉકેલ માટે જે યોજના બનાવી છે તેના અંતર્ગત તમામ મોજૂદ વ્યવસ્થાને રદ કરવામાં આવી છે. એમાં દેવાંનું પુનર્ગઠન સામેલ કરવામાં આવેલ છે.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સની કંપનીએ 9000 કરોડની લોન ન ભરતા વિજ્યા બેન્કે જાહેર કરી દેવાદાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.