✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

200 અને 2000ની નોટને લઈને RBIની મહત્ત્વની જાહેરાત, તમને થઈ શકે છે આ નુકસાન...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 May 2018 11:46 AM (IST)
1

મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.

2

નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.

3

બેન્કર્સનું કહેવું છે કે, નવી સીરિઝમાં કપાયેલી, ફાટેલી અથવા ગંદી નોટોના કેસ ઘણાં ઓછા સામે આવ્યા છે, પરંતુ જો નિયમોમાં જલ્દી સુધારો કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. RBIનો દાવો છે કે, તેમણે આ મામલે સરકારને પત્ર લખ્યો છે જોકે સરકાર તરફથી તેનો કોઈ ઉત્તર મળ્યો નથી. સુધારો સેક્શન 28માં કરવાનો રહેશે, જેમાં ખોવાઈ ગયેલી, ચોરી થયેલી, કપાયેલી-ફાટી ગયેલી અથવા ગંદી થયેલી નોટોની રિકવરીનો ઉલ્લેખ છે.

4

2000 રુપિયાની નોટ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી જાહેર કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં જાહેર કરવામાં આવી હતી. વર્તમાનમાં 2000 રૂયાની લગભગ 6.70 લાખ કરોડની કિંમતની નોટ સર્ક્યુલેશનમાં છે અને RBIએ હવે 2000 રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી છે.

5

ફાટી ગયેલી અથવા ગંદી થઈ ગયેલી નોટોની બદલી RBI(note refund) નિયમો અંતર્ગત આવે છે, જે RBI એક્ટના સેક્શન 28નો ભાગ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000ની નોટનો ઉલ્લેખ છે, પરંતુ 200 અને 2000નો તેમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર અને RBIએ તેના એક્સચેંજ પર લાગુ થનારી જોગવાઈમાં સુધારા હજી નથી કર્યા.

  • હોમ
  • બિઝનેસ
  • 200 અને 2000ની નોટને લઈને RBIની મહત્ત્વની જાહેરાત, તમને થઈ શકે છે આ નુકસાન...
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.