વોડાફોન-આઈડિયા એક થયા! હવે બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની, જાણો વિગત
જોકે, બંને કંપનીઓએ ટેક્સની ગણતરી માટે ફરીથી હિસાબ કરવા માટ માગ કરી છે. આ બંને કંપનીના મર્જરથી હવે નવી સ્કીમને લઈને ડેટા વોર શરૂ થવાની શક્યતા પ્રબળ અને પૂરેપૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મર્જર કાયદાકીય મંજૂરીના અંતિમ તબક્કામાં છે. જોકે, સરકારે મંજૂરી આપવાની સાથોસાથ કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. નવી કંપનીએ ટેલિકોમ ટ્રિબ્યૂનલ અને અન્ય કોર્ટના નિર્ણયને અનુરૂમ કામ કરવાનું રહેશે. ટેલિકોમ વિભાગ આ મર્જરને મંજૂરી આપી ચૂક્યો છે. વોડાફોન આ મર્જર બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ બની જશે તેવું જાણવા મળ્યું છે.
જે ભારતીય એરટેલને નંબર વન પરથી પછાડીને અન્ય ક્રમે ધકેલી દેશે. હાલમાં એરટેલના 34.4 કરોડ સબસ્ક્રાઇબર છે. ટેલિકોમ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મર્જર બાદ બંને કંપનીઓ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે જશે અને વેપાર શરૂ કરવા માટે એપ્રૂવલ મેળવશે.
જેની વેલ્યૂ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થશે. કુમાર મંગલમ્ બિરલા કંપનીના જૂના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન બની રહીશે. જ્યારે બાલેશ શર્મા આ નવી કંપનીના નવા સીઈઓ પદ સંભળાવશે. જોકે, આ કંપનીથી બંને કંપનીઓ એવી આશા રાખાવામાં આવી રહી છે કે બંને કંપનીઓની ઉધારી ઓછી થશે અને મુક્તિ મળશે. આ ઉપરાંત આ મર્જર બાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ડેટાવોરને એક રાક્ષસી અસર થશે.
આ મર્જર બાદ વોડાફોન સૌથી મોટી ટેલિકોમ કંપની બની રહેશે. જે સબસ્ક્રાઇબર અને રેવન્યૂ માર્કેટના હિસાબથી સૌથી મોટી હશે. ટેલિકોમ વિભાગે આ મામલે પત્ર લખીને કેટલીક સ્પષ્ટતા કરી હતી. સ્પેક્ટ્રમ ર્ચાજિસના બદલે ટેલિકોમ વિભાગની માગના ભાગરૂપે આ બંને કંપનીઓએ ૭૨ બિલિયન રૂપિયાની રોકડ અને બેન્ક કેશની ચુકવણી કરી હતી.
નવી દિલ્હી: વોડાફોન અને આઈડિયા ટેલિકોમ કંપનીના મર્જરને ગુરુવારે સરકારે મંજૂરી આપી દીધી છે. આ મર્જર બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નવી કંપની પાસે માર્કેટમાં 35 ટકાની ભાગીદારી હશે. જ્યારે તેના સબસ્ક્રાઈબર 43 કરોડથી વધારે થઈ જશે. જોકે, સરકારી મંજૂરી બાદ નવી કંપનીને વોડાફોન-આઈડિયા નામ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -