Vodafoneએ શરૂ કરી સ્પેશિયલ નવી સર્વિસ, હવે નંબર આપ્યા વગર કરાવી શકાશે રિચાર્જ
રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ ઓટોપીમાં મળેલ કોડ જણાવવાનો રહેશે. આ નંબરને ઈ રિચાર્જમાં નોંધ્યા બાદ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલીકોમ કંપની Vodafoneએ પોતાના ગ્રાહકો ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એક નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ વોડાફોન યૂઝર્સ રિટેલર્સને નંબર જણાવ્યા વગર રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ રોકવામાં મદદ મળશે.
મોબાઈલ ઉપભોક્તા ખાસ કરીને મહિલાઓની ફરિયાદ હોય છે કે તેના મોબાઈલ નંબર રિચાર્જ કરાવ્યા બાદ જાહેર થઈ જાય છે અને તેનાથી તેને અસુવિધા થાય છે. માટે મોબાઈલ નંબર ગુપ્ત રાખવા માટે વોડાફોને પોતાના યૂઝર્સ માટે પ્રાઈવેટ રિચાર્જ મોડ રજૂ કર્યું છે.
તે અંતર્ગત વોડાફોન યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર જ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાથી રોકી શકાશે. વોડાફોન ઇન્ડિયાએ હાલમાં આ સુવિધા પશ્ચિમ બંગાળના યૂઝર્સ માટે શરૂ કરી છે.
વોડાફોને આ સેવાનું નામ પ્રાઈવેટ રિચાર્જ મોડ (PRM) રાખ્યું છે. આ પ્લાન અંતર્ગત જો તમો મોબાઈલ રિચાર્જ કરાવવા જશો તો તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન તમારો નંબર આપવાની જરૂરત નહીં રહે. તમારા મોબાઈલમાં બેલેન્સ એડ કરવું, ટેરિફ પ્લાન, ડેટા પ્લાન વગેરે જેવા કોઈપણ રિચાર્જ માટે યૂઝર્સ પ્રાઈવેટ રિચાર્જ મોડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
તેના માટે યૂઝર્સને સૌથી પહેલા એક એસએમેસ મોકલવાનો રહેશે. યૂઝર્સે PRIVATE લખીને 12604 પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરના મોબાઈલ પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવી જશે. ઓટીપીમાં મળનાર કોરડ દ્વારા ગ્રાહક તેને અડધી રાત સુધી કોઈપણ મલ્ટી આઉટલેટથી ફોન રિચાર્જ કરાવી શકશે.
વોડાફોનના બિઝનેસ હેડ (કોલકાતા અને પશ્ચિમ બંગાળ) અરવિંદ સિંહ સચદેવે જણાવ્યું કે, વોડાફોનન એક નવી સર્વિસ શરૂ કરતા ખુશી અનુભવી રહ્યું છે. તેના દ્વારા અમારા ઉપભોક્તા વધારે સિક્યોર અને સશક્ત અનુભવશે. જેમ જેમ સ્માર્ટફોન જાણકારી ડેટા બનતી જાય છે, તેમ તેમ મોબાઈલ નંબરને પ્રાઈવેટ રાખીને યૂઝર્સની ગુપ્તતાને જાળવી રાખવી પણ જરૂરી થઈ ગયી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -