Jioને ટક્કર આપવા વોડાફોને લોન્ચ કર્યો ફ્રી કોલિંગ અને ડેટા પ્લાન, જાણો વિગત
આ પ્લાન જિઓના પ્લાનથી મોંઘો છે, જિઓ 149 રૂપિયાના પ્લાનમાં 4.2GB ડેટા આપી રહ્યું છે. આમાં યૂઝર 0.15GB ડેટા રોજ યૂઝ કરી શકે છે. આની વેલિડિટી 28 દિવસની છે. સાથે 300 મેસેજ અને ફ્રી કૉલિંગ પણ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ પ્લાનમાં કંપનીએ કેટલીક શરતો રાખી છે. જે અનુસાર યૂઝરે 1GB ડેટા 28 દિવસ સુધી યૂઝ કરવો પડશે. આમાં કોઇ દૈનિક લિમીટ નથી રાખવામાં આવી. કૉલિંગ માટે પણ શરત છે, જેમાં યૂઝર્સ દરરોજ 250 મિનિટ વાત કરી શકે છે. આ કૉલિંગ લૉકલ, STDની સાથે કોઇપણ નેટવર્ક પર થઇ શકે છે. આની સાથે જ 1000 મિનિટની વીકલી લિમિટ પણ છે. આનાથી વધારે વાત કરવા પર યૂઝર્સને 30 પૈસા પ્રતિ મિનિટ કૉલના દરે ચાર્જ આપવો પડશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ આવ્યા બાદ દરરોજ ટેલીકોમ કંપનીઓ નવા-નવા પ્લાન લોન્ચ કરી રહી છે અને આ જ સંદર્ભમાં વોડાફોન નવો પ્લાન લઈને આવ્યું છે. વોડાફોને પ્રીપેડ યૂઝર્સ માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને ડેટા બંડલની સાથે આવે છે. આ પ્લાનની કિંમત 199 રૂપિયા છે.
વૉડાફોને તાજેતરમાંજ 349 રૂપિયાનો પ્લાન પણ લૉન્ચ કર્યો છે, જેમાં 1.5GB ડેટા ડેલી આપવામાં આવી રહ્યો છે. આની સાથે લૉકલ અને STD કૉલિંગ પણ ફ્રી છે. 28 દિવસની વેલિડિટીનો આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. આવો જ પ્લાન એરટેલે પણ લૉન્ચ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -