Jioને ટક્કર આપવા માટે વોડાફોને લોન્ચ કર્યા બે નવા પ્લાન, નવા ગ્રાહકોને મળશે તેનો ફાયદો
કંપની અનુસાર ગ્રાહકોની પાસે દર સપ્તાહે અનલિમિટેડ સુપરવીક પ્લાન ખીદવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. સુપરવીક પ્લાન તમામ રિટેલ આઉટલેટ, યૂએસએસડી, વેબસાઈટ અને માય વોડાફોન એપર દ્વારા રિચાર્જ કરાવવા પર ઉપલબ્ધ છે. તમને જણાવીએ કે, વોડાફોન રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. કંપનીએ 181 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં અનલિમિટેડ 2જી ડેટાનો પણ ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. જ્યારે 195 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને પ્રતિ દિવસ 250 મિનિટ લોકલ અને એસટીડી કોલ્સ મળી રહ્યા છે. જ્યારે 1 જીબી 2G/3G/4G ડેટા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સુપરવીક પ્લાન અંતર્ગત ગ્રાહકોએ 69 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જેમ કે નામથી ખબર પડી જાય છે કે આ પ્લાન 7 દિવસ માટે જ હશે. તેમાં તમને અનલિમિટેડ લોકલ અને એસટીડીની સુવિધા મળશે. આ ફ્રી પ્લાન તમામ નેટવર્ક માટે લાગુ રહેશે. સાથે જ ગ્રાહકોને 500 એમબીનો ડેટા પણ ફ્રીમાં મળશે.
બીજી ઓફરમાં નવા ગ્રાહકોને 177 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસ માટે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ તથા 1 જીબી ડેટા પ્રતિ દિવસ મળશે. આ પ્રતમ રિચાર્જ પ્લાન એમએનપી ગ્રાહકો માટે પણ લાગુ થશે. આ પહેલા ગુરુવારે વોડાફોને સુપરવીક પ્લાન લોન્ચ કર્યો હતો.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા અને પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે વોડાફોને નવા ગ્રાહકો માટે બે નવા ડેટા અને વોઈસ પ્લાન લોન્ચ કર્યા છે. વોડાફોન પોતાના નવા ગ્રાહકોને 496 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર 84 દિવસ સુધી અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ, ફ્રી નેશનલ રોમિંગ (આુટગોઇંગ અને ઇનકમિંગ) તતા 1 જીબી ડેટા પ્રતિ દિવસ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -