સુઝુકીએ જાપાનમાં લોન્ચ કરી નવી સ્વિફ્ટ સ્પોર્ટ, ભારતમાં ટૂંકમાં જ થઈ શકે છે લોન્ચ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાપાનમાં લોન્ચ કરવામાં આવેલ સ્વિફ્ટ સ્પોર્ટમાં ડ્યુઅલ સેન્સર બ્રેક સપોર્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ સિસ્ટમ, 17 ઇંચ એલોય વ્હીલ્સ, એલઈડી હેડલેમ્પ્સ, રિયર ટેલગેટ સ્પોઈલર, ડ્યૂલ એક્ઝોસ્ટ સેટઅપ વગેરે ફીચર્સ આપવામાં આવ્યા છે.
કંપનીનો દાવો છે કે, સ્વિફ્ટનું આ નવું સ્પોર્ટ મોડલ એક લિટરમાં 16.4 લિટરની માઈલેજ આપશે.
2017 Suzuki Swift Sportનું મેન્યુઅલ વેરિયન્ટ 970 કિલોગ્રામ વજનનું છે, જ્યારે તેના ઓટોમેટિક વેરિયન્ટનું વજન 990 કિલોગ્રામ છે. આ કાર જૂની સ્વિફ્ટ મોડલની તુલનામાં હલ્કી છે.
સુઝુકી સ્વિફ્ટ સ્પોર્ટ 2017ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 1.4 લિટરનું K14C બૂસ્ટરજેટ ટર્બો ચાર્જ્ડ 4 સિલિન્ડર એન્જિન હશે. આ એન્જિન વધુમાં વધુ 138 બીએચપીનો પાવર જનરેટ કરે છે. જ્યારે તેનો ટોર્ક 230 ન્યૂટન મીટરનો છે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે જ 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી પણ સજ્જ કરવામાં આવ્યું છે.
સ્થાનીક બજારમાં તેની કિંમતની વાત કરીએ તો તે 1,836,000 જાપાની યેનથી 2,050,920 જાપની યેનની વચ્ચે હશે. ભારતીય ચલણ અનુસાર જોવા જઈએ તો આ કારની કિંમત 10.47થી 11.70 લાખ રૂપિયાની વચ્ચે હશે. કંપનીએ હાલમાં ભારતમાં તેની એન્ટ્રી પર કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ કહેવાય છે કે, કંપની ટૂંકમાં તેને ભારતમાં લોન્ચ કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતની ફેવરીટ કારમાંથી એક મારુતિ સ્વિફ્ટની નવી ઝલક ટોક્યો મોટર શોમાં જોવા મળી છે. અહીં જાપાનની કંપની સુઝુકીએ નવી સ્વિફ્ટ સ્પોર્ટ પરથી પડદો ઉઠાવ્યો છે. આ પહેલા વિતેલા મહિને ફ્રેન્કફર્ટ મોટર સોમાં પણ કંપનીએ આ કાર રજૂ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -