વોડાફોનની શાનદાર ઓફર, 1જીબીની કિંમતમાં મળશે 4જીબી 4G ડેટા
તેઓએ વધુમાં કહ્યું કે ગ્રાહકો 4X ડેટાનો ઉપયોગ વોડાફોન પ્લે પર પોતાની મરજી પ્રમાણે વૈવિધ્યપૂર્ણ વિડિયોઝ અને મુવીઝ જોવા કરી શકાશે. વોડાફોન પ્લે મનોરંજનની દુનિયાનું પ્રવેશદ્વાર છે, જ્યાં તમને 150થી વધુ લાઇવ ટીવી ચેનલો, 14,000થી વધુ ફિલ્મો, ટીવી શો અને તમામ પ્રકારનું સંગીત માણી શકશો.આ 4X ડેટા પેક્સ ડિજિટલ ચેનલ્સ અને રિટેલ ટચ પોઇન્ટ્સ પરથી ખરીદી શકાય છે. વોડોફોન નેટવર્ક પર જોડાઇને દિવસે કે રાત્રે કોઇ પણ સમયે આ પેકનો લાભ લઇ શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સર્વશ્રેષ્ઠ ડેટા ઓફર લોંચ કરતા વોડાફોન ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર સંદીપ કટારીયાએ જણાવ્યું કે, અમારા ગ્રાહકો ઓનલાઇન વધુ કન્ટેન્ટ અને વિડિયો જૂએ છે. આ સુપર રીચ ડેટા પેક્સને કારણે 17 સર્કલ્સમા ઝડપથી વૃધ્ધિ કરી રહેલા અમારા 4જી ગ્રાહકો વોડાફોન 4જી સાથે વિશ્વાસપૂર્વક જોડાયેલા રહીને વધુ પ્રમાણમાં મોબાઇલ ઇન્ટરનેટની મજા માણી શકશે.તેનાથી મોબાઇલ ઇન્ટરનેટનો પ્રથમ વાર ઉપયોગ કરનારા અને મર્યાદિત ઉપયોગ કરનારા યુઝર્સને મૂલ્ય સામે વળતર મળ્યાનું પ્રોત્સાહન મળશે. તેઓ એટલાં જ રૂપિયામાં પોતાનું ફેવરીટ કન્ટેન્ટ ચાર ગણું એક્સેસ કરી શકશે.
કંપનીનું કહેવું છે કે, 4જી ડેટાની આ ઓફર તમામ સર્કલ ઉપલબ્ધ છે, જોકે પેકની કિંમત સર્કલ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. કંપનીએ જે નવા ડેટા પેકની ઓફર કરી છે તેમાં 150 રૂપિયામાં 1જીબી, 350 રૂપિયામાં 6જીબી, 450 રૂપિયામાં 9 જીબી 4જી ડેટાનો ઉપયોગ કરી શકાશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેના 1જીબી અને 10 જીબી ડેટા પેક ખરીદનાર ગ્રાહકો હવે ક્રમશઃ 4જીબી અને 22 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. આ પેકની કિંમત ક્રમશઃ 250 રૂપિયા અને 999 રૂપિયા છે.
નવી દિલ્હીઃ મોબાઈલ ડેટા સેગમેન્ટમાં વધતી સ્પર્ધાની વચ્ચે મુખ્ય ટેલીકોમ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના વોડાફોન સુપરનેટ 4જી યૂઝર્સને ચાર ગણો વધારે ડેટા આપવાની ઓફર કરી છે. હવે યૂઝર્સને માત્ર 250 રૂપિયામાં 4જીબી ડેટા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -