ચા, ખાંડ, કોફી ખાદ્ય તેલ પર લાગશે 5 ટકા GST, દૂધ અને અનાજ પર નહીં લાગે કોઈ ટેક્સ
જીએસટીમાં સાત ટકા વસ્તુઓને ટેક્સ મુક્તિ અપાઈ છે. ૧૪ ટકા વસ્તુને સૌથી ઓછા પાંચ ટકાના બ્રેકેટમાં રાખવામાં આવી છે. તેમના પર સૌથી ઓછો ટેક્સ લાગશે. અન્ય ૧૭ ટકા વસ્તુઓને ૧૨ ટકાના જ્યારે ૪૩ ટકા વસ્તુ ૧૮ ટકા જીએસટીના સ્લેબમાં અને માત્ર ૧૯ ટકા વસ્તુ સૌથી વધુ ૨૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે. કુલ મળીને ૮૧ ટકા વસ્તુ પર ૧૮ ટકાથી ઓછો જીએસટી લાગુ પડશે. એરેટેડ (સોફ્ટ) ડ્રિંક્સ અને કાર પર સૌથી વધુ ૨૮ ટકા ટેક્સ લાગુ થશે. સ્મોલ કાર પર એક ટકા સેસ લાગુ પડશે, મિડ સાઈઝ્ડ કાર પર ત્રણ ટકા અને લક્ઝુરી કાર પર ૧૫ ટકા સેસ લાગુ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીઠાઈઓ પર પાંચ ટકા ટેક્સ લાગશે. રોજબરોજના વપરાશમાં લેવાતી ખાંડ, ચા, કોફી(ઈન્સ્ટન્ટ કોફી નહીં), ખાદ્યતેલ પર સૌથી ઓછો પાંચ ટકા ટેક્સ લાગશે. જોકે હાલમાં પણ લગભગ એટલો જ ટેક્સ લાગે છે. અનાજમાં ઘઉં અને ચોખા પણ સસ્તા થશે, કારણ કે તેમને પણ જીએસટીમાંથી મુક્તિ મળી ગઈ છે. હાલમાં આ બન્ને પર કેટલાક રાજ્યોમાં વેટ લાગુ થાય છે.
રોજબરોજની ખાદ્યચીજોને જીએસટીમાંથી મુક્તિ આપવાને કારણે ખાદ્ય ચીજો સસ્તી થશે. આ ઉપરાંત હેર ઓઈલ, સાબુ, ટૂથપેસ્ટ જેવી રોજબરોજના વપરાશની ચીજો પર ૧૮ ટકા જીએસટી લાગુ થશે, જેના પર હાલમાં ૨૨ ૨૪ ટકા ટેક્સ લાગુ થાય છે. જીવનરક્ષક દવાઓ પર પાંચ ટકા ટેક્સ લાગુ થશે. દૂધ અને દહીંને જીએસટીના ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
શ્રીનગરઃ જીએસટી પરિષદની ગુરુવારે શ્રીનગરમાં શરૂ થયેલ બે દિવસીય બેઠકના પ્રથમ દિવસે કુલ 1211 વસ્તુઓમાંથી 1205 વસ્તુઓના જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. 81 ટકા વસ્તુઓ પર 18 ટકાથી ઓછા રેટ રાખવામાં આવ્યો છે જ્યારે 19 ટકા પસ્તુ પર 18 ટકાથી વધારે દર નક્કી કરવામાં આવ્યો છે.
વિવિધ વસ્તુઓના રેટ નક્કી કરવા માટે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના વડપણ હેઠળ જીએસટી કાઉન્સિલની બે દિવસની બેઠક શ્રીનગરમાં ગુરુવારે શરૂ થઈ હતી, જેમાં પ્રથમ દિવસે માત્ર છ વસ્તુને બાદ કરતા તમામ વસ્તુઓના દર નક્કી થઈ ગયા હતા. બેઠકમાં રાજ્યોના પ્રતિનિધિઓ પણ હાજરી આપી રહ્યા છે. નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે બેઠકના પ્રથમ દિવસે જ કુલ ૧૨૧૧ વસ્તુઓ પૈકી છ વસ્તુને બાદ કરતા તમામ ચીજોના રેટ નક્કી કરી લેવાયા છે.
હવે શુક્રવારે સોનુ, ફૂટવેર(પગરખા), બ્રાન્ડેડ વસ્તુઓ, પેકેજ્ડ અને બ્રાન્ડેડ ફૂડ પ્રોડક્ટ્સ અને બીડી પરના રેટ નક્કી કરવામાં આવશે. બાકીની વસ્તુઓના રેટ નક્કી કરી લેવાયા છે. સર્વિસીઝ અર્થાત વિવિધ સેવાઓ પર કેટલો જીએસટી લાગુ કરવો તેનો નિર્ણય પણ શુક્રવારે લેવાશે. જેટલીએ કહ્યું કે જીએસટી લાગુ થવાથી ફુગાવા પર કોઈ અસર નહીં થાય, કારણ કે મહત્તમ ટેક્સ ૩૧ ટકા સુધીનો હતો, જે ઘટાડીને ૨૮ ટકા કરી દેવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -