વોડાફોને ડિસ્કવરી સાથે કરી સમજૂતી, યૂઝર્સ વોડાફોન પ્લે પર જોઈ શકશે ડિસ્કવરીની 12 ચેનલ
નવી દિલ્હીઃ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોને ડિસ્કવરી કોમ્યૂનિકશન્સની સાથે એક સમજૂતી કરી છે. તે અંતર્ગત કંપની પોતાના વોડાફોન પ્લે પ્લેટફોર્મ પર ડિસ્કવરીની 12 એચડી અને એસડી ચેનલને જોડશે, જેથી યૂઝર્સ તેના કન્ટેન્ટને પોતાના મોબાઈલ પર જોઈ શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોડાફોને એક નિવેદનમાં કહ્યું કે, વોડાફોન પ્લે પર ડિસ્કવરી કોમ્યૂનિકેશન્સ ઇન્ડિયાની ડિસ્કવરી ચેનલ, ટીએલસી, એનીમલ પ્લાનેટ, ડિસ્કવરી એચડી વર્લ્ડ, ડિસ્કવરી સાઈસન્સ, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી કિડ્સ, ઇન્વેસ્ટીગેશન ડિસ્કવરી આઈડી, એનીમલ પ્લાનેટ એચડી વર્લ્ડ, ટીએલસી એચડી વર્લ્ડ, ડિસ્કવરી તમિલ અને સ્પોર્ટ ચેનલ ડીસ્પોર્ડ ઉપલબ્ધ હશે.
આ સમજૂતી પર પોતાના વિચાર વ્યક્ત કરતા ડિસ્કવરી કોમ્યૂનિકેશન્સ ઇન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ વિજય રાજપૂતે કહ્યું કે, મીડિયા ઈકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે, એવામાં અમે વધારે લોકો માટે વધારે સ્કરીન પર વધારે સામગ્રી ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ. અમને ખુશી છે કે વોડાફોન પ્લેના યૂઝર્સ હવે જ્યારે ઇચ્છશે ત્યારે ડિસ્કવરી ચેનલ્સની મજા લઈ શકશે.
વોડાફોન ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ (વેલ્યૂ એડેડ સર્વિસીસ એન્ડ કન્ટેન્ટ) દીપાંકર ઘોષાલે કહ્યું કે, વોડાફોન પ્લે સિંગલ વિન્ડોછે, જે જુદા જુદા વર્ગો અને ભાષાઓમાં સામગ્રી રજૂ કરે છે. ડિસ્કવરીની સાથે આ સમજૂતી અમારી ઇન્ફોટેનમેન્ટ શ્રેણીને વધારે મજબૂત બનાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -