ભારતમાં ગુજ્જુ બિઝનેસમેનનો દબદબો, જાણો અંબાણી, અદાણી દામાણીની સંપત્તિમાં કેટલો થયો વધારો
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની નેટવર્થ 52 ટકા વધી છે. ગત જાન્યુઆરીમાં તેમની નેટવર્થ 65 બિલિયન ડોલર હતી જે 31 ડિસેમ્બર 2017ના રોજ વધીને 99 બિલિયન ડોલર થઈ ગઈ છે. બેઝોસ એમેઝોનના ફાઉન્ડર અને સૌથી મોટા શેરહોલ્ડર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે કુમાર બિરલા, અઝીમ પ્રેમજી, ઉદય કોટક, વિક્રમ લાલ અને લક્ષ્મી મિત્તલની સંપત્તિમાં ક્રમશઃ 50.41 ટકા, 46.72 ટકા, 44.87 ટકા, 44.03 ટકા અને 36.11 ટકા જેટલો વધારો થયો છે. પાલોનજી મિસ્ત્રી, સાયરસ પૂનાવાલા, શિવ નાદરની નેટ વર્થમાં ક્રમશઃ 27.01 ટકા, 16.50 ટકા, 15.83 ટકાનો વધારો થયો છે.
એનર્જી ટાયકૂન મુકેશ અંબાણીની સંપત્તિમાં 77.53 ટકાનો વધારો થયો છે. 2017માં મુકેશ અંબાણીની સંપત્તિ $40.30 બિલિયન ડોલર હતી. તે વિશ્વના 20મા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમનીનેટ વર્થ જાન્યુઆરીમાં $22.70 બિલિયન હતી જે વધીને $40.30 બિલિયન થઈ ગઈ હતી.
સંપત્તિ વધારામાં બીજા ક્રમે ડી-માર્ટના માલિક રાધાક્રિષ્ણન દામાણીનો સમાવેશ થાય છે. તેમની સંપત્તિમાં 80 ટકાનો વધારો થયો છે. ગયા માર્ચમાં તેમની સંપત્તિ $3.88 બિલિયન હતી જે નવ જ મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધીમાં વધીને $6.96 બિલિયન થઈ ગઈ હતી. ડી-માર્ટના આઈપીઓને કારણે તેમની સંપત્તિમાં અધધ વધારો થયો હતો. ડિમાર્ટના શેર 604ની કિંમતે લિસ્ટ થઈ હતી. તેની ઈશ્યુ પ્રાઈઝ 299 રૂપિયા હતી અને તેણે રોકાણકારોને 102 ટકાનું રિટર્ન આપી માલામાલ કરી દીધા હતા.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર જાન્યુઆરી 2017માં ગૌતમ અદાણીની સંપત્તિ 4.63 બિલિયન ડોલર (અંદાજે 29366 કરોડ રૂપિયા) હતી જે 31 ડિસેમ્બર 2017ના રોજ વધીને 10.4 બિલિયન ડોલર (અંદાજે 65964 કરોડ રૂપિયા)એ પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ વર્ષ 2017 કારોબાર અને નફા દ્વારા ભારતીય ધનાઢ્યો માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું છે. 2017 કેલેન્ડર વર્ષમાં ભારતીય અબજોપતીઓની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. આ મામલે ગુજરાતીઓનો દબતબો રહ્યો છે. જેમાં ગૌતમ અદાણી સૌથી મોખરે રહ્યા છે. તેમની સંપત્તિમાં 124.6 ટકાનો વધારો નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -