Whatsappના કો-ફાઉન્ડરે યુઝર્સને facebook ડિલીટ કરવાની સલાહ આપી, જાણો શું છે કારણ
આ દરમિયાન અમેરિકા અને બ્રિટનના સાંસદોએ ફેસબુક યુઝર્સના ડેટા લીકના રિપોર્ટ પછી કાર્યવાહી કરવાની માગણી કરી છે. એક્ટન 2018ની શરૂઆતમાં ‘સિંગલ ફાઉન્ડેશન’ શરૂ કરતાં પહેલા કંપની સાથે અનેક વર્ષો જોડાયેલા રહ્યાં હતાં. અન્ય વ્હોટ્સએપના સહસંસ્થાપક જાન કોઉમ પણ કંપનીમાં જ છે અને ફેસબુકના બોર્ડ મેમ્બર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુક 2014માં વ્હોટ્સએપને ટેકઓવર કરી હતી. આ પહેલા મંગળવારે બ્રિટનની ડેટા સંરક્ષણ વોચડોગે રાજનૈતિક ડેટા વિશ્લેષક લંડન મુખ્યાલય માટે અદાલતને વોરન્ટની માંગણી કરી હતી. આ કાઉન્સલરે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી ટીમ સાથે કામ કર્યું છે. ફેસબુક પર કથિત રીતે મતદાનને પ્રભાવિત કરવા માટે અમેરિકન મતદાતાઓના ફેસબુક પ્રોફાઈલનો ઉપયોગ કર્યો હતો તેવો પણ આરોપ છે.
રાજનૈતિક ડેટા વિશ્લેષક કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના ફેસબુકના પાંચ કરોડ યુઝર્સનો ડેટા રજા વગર જ જાહેર કરવાના રિપોર્ટ પછી ફેસબુક ટીકાનો સામનો કરી રહ્યું છે. કંપનીએ યુઝર્સનો ડેટા એક ફેસબુક એપ્લિકેશનથી વર્ષો પહેલા મેળવ્યો હતો. જેને કથિત રીતે મનોવૈજ્ઞાનિક ઉપકરણ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, કંપની તે જાણકારી માટે અધિકૃત નહોતી.
નવી દિલ્હીઃ ફેસબુકના યૂઢર્સ ડેટા લીકના અહેવાલની વચ્ચે વ્હોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને યૂઝરને ફેસબુક ડિલીટ કરવાની વાત કહી છે. બ્રાયને એક ટ્વીટ કરીને કહ્યું કે, હવે ફેસબુટ ડિલીટ કરવાનો સમય આવી ગયો છે. જણાવીએ કે, વર્ષ 2014માં ફેસબુકે વ્હોટ્સએપને ખરીદી લીધી હતી. ડેટા લીકની વાત સામે આવ્યા બાદ ફેસબુકે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -