✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિશાલ સિક્કાએ infosysના MD અને CEO પદેથી આપ્યું રાજીનામું, જાણો રાજીનામાં પાછળના 5 કારણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Aug 2017 09:47 AM (IST)
1

5. બજારમાં તે સમયે એવી અટકળો પણ હતી કે બંસલને આ પેમેન્ટ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેની પાસે ઇન્ફોસિસને નુકસાન કરી શકે તેવી માહિતી હતી, મૂર્તિએ કહ્યું કે હું આશા રાખું છું કે આવો કોઈ મુદ્દો નહીં હોય. તેમણે કહ્યું કે, પૂર્વ અધિકારીઓ જેમ કે મોહન દાસ પઈ, અશોક વેમુરી, વી બાલકૃષ્ણન અને બી જી શ્રીનિવાસને પણ કંપનીથી અલગ થવા પર કોઈ પેકેજ આપવામાં આવ્યું ન હતું.

2

4. મૂર્તિએ પૂર્વ સીએફઓ રાજીવ બંસલને કંપનીથી અલગ થવા પર 30 મહિનાનાં પેકેજ તરીકે 23 કરોડ રૂપિયા આપવા પર પણ સવાલ ઉભા કર્યા હતા. મૂર્તિએ એક ખાનગી સમાચાર ચેનલને કહ્યું હતું કે, ઇન્ફોસિસમાં બે સીએફઓ હતા જે કંપની છોડીને ગયા હતા. બોર્ડમાં અન્ય વરિષ્ઠ લોકો જેમ કે વરિષ્ઠ ઉપાધ્યક્ષ વગેરે હતા, જેની પાસે આવી પ્રતિસ્પર્ધી સૂચનાઓ હતી, પરંતુ અમે તેને કોઈ ચૂકવણી કરી હતી. તેના કારણે મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ.

3

3. ત્યારે એવા સમાચાર આવ્યા હતા કે મૂર્તિ તથા અન્ય બે સહ સંસ્થાપકો નંદન નીલેકણિ અને એસ ગોપાલકૃષ્ણને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પત્ર લખીને પૂછ્યું હતું કે સિક્કાનું પેકેજ આટલું બધું કેમ વધારવામાં આવ્યું અને કંપની છોડનારા બે ટોચના અધિકારીઓને કંપની છોડવા પર તગડું પેકેજ કેમ આપવામાં આવ્યું? સિક્કાને વિતેલા વર્ષે બેસીક પગાર, બોનસ અને લાભ તરીકે 48.7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે 2015માં તેમને બેસિક પગાર 4.5 કરોડ રૂપિયા હતો.

4

2. ત્યારે મૂર્તિએ કહ્યું હતું કે, હું એ સ્પષ્ટ કરવા માગું છું કે મેનેજમેન્ટ મને ચિંતિત નથી કરી રહ્યું. મને લાગે છે અમે સીઈઓ સિક્કાથી ખુશ છીએ. તે સારી રીતે કામ કરી રહ્યા છે. જોકે અમારામાંથી કેટલાક જેમ કે સંસ્થાપકો, વરિષ્ઠો તથા ઇન્ફોસિસના પૂર્વમાં જોડાયેલ લોકોને એ વાતની ચિંતા છે કે કામકાજના સંચાલન એટલે કે ગવર્નરન્સની કેટલીક વસ્તુઓ એવી છે જે વધુ શ્રેષ્ઠ હોઈ શકે તેમ હતી.

5

1. ઇન્ફોસિસના સંસ્થાપકો તથા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વચ્ચે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલો વિવાદ શુક્રવારે ખુલીને સામે આવ્યો હતો. ત્યારે કંપનીના સહ સંસ્થાપક નારાયણ મૂર્તિએ કાર્યકારીઓના પગાર તથા કામકાજના મેનેજમેન્ટને લઈને સવાલ ઉભા કર્યા હતા.

6

ઉલ્લેખનીય છે કે, ઇન્ફોસિસના ફાઉન્ડર એન નારાયણમૂર્તિ જેવા સંસ્થાપક સભ્યો પરોક્ષ રીતે સિક્કાના નેતૃત્વમાં કંપનીના કામકાજને લઈને સવાલ ઉભા કરતા રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં વિશાલ સિક્કાના રાજીનામું આપવા પાછલ મુખ્ય કારણો પર એક નજર કરીએ.

7

નવી દિલ્હીઃ વિશાલ સિક્કાએ ઇન્ફોસિસના એમડી અને સીઈઓ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિશાલ સિક્કાને પ્રમોશન આપીને ઇન્ફોસિસના વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે યૂબી પ્રણીવ રાવને કંપનીના વચગાળાના એમડી અને સીઈઓ બનાવવા આવ્યા છે. વિશાલ સિક્કાનું રાજીનામું તાત્કાલીક પ્રભાવથી સ્વીકાર કરવામાં આવ્યું છે. રાજીનામાનાં સમાચાર સામે આવ્યા બાદ ઇન્ફોસિસના સ્ટોકમાં કડાકો બોલી ગયો છે. આ લખાય છે ત્યારે કંપનીનો સ્ટોક 7 ટકાના કડાકા સાથે 949 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

  • હોમ
  • બિઝનેસ
  • વિશાલ સિક્કાએ infosysના MD અને CEO પદેથી આપ્યું રાજીનામું, જાણો રાજીનામાં પાછળના 5 કારણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.