SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
એસબીઆઇએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ડિજિટલ લાઇફનો લાભ ઉઠાવવા માટે તમારે ટૂંક સમયમાં જ પોતાના એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવું પડશે. આ માટે 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ છે. જે ગ્રાહક આવું નહીં કરે તેનું ખાતું 1 જાન્યુઆરીથી તે સમય સુધી સસ્પેન્ડ કરવામાં આવશે જ્યાં સુધી તેઓ આધાર નંબરથી એકાઉન્ટ લિંક નથી કરાવતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા પોતાના મોબાઇલના મેસેજ બોક્સમાં જાઓ. હવે મેસેજ બોક્સમાં ટાઇપ કરો UIDઆધાર નંબરખાતા નંબર જેમ કે: UID 1234569012 11002233445. હવે પોતાના રજિસ્ટર કરેલા મોબાઇલથી આ મેસેજને 567676 પર મોકલી દો. આ મેસેજ સેન્ડ થયાના થોડા સમય પછી તમને બેંક ખાતા સાથે આધાર લિંક થયાની સૂચના મળી જશે. જોકે, આ માટે તમારો મોબાઇલ નંબર રજીસ્ટર થયો હોવો જરૂરી છે.
નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો તમારે એક જરૂરી કામ 31 ડિસેમ્બર પહેલા કોઈપણ સ્થિતિમાં પૂરું કરી લેવું પડશે. બેંકે કહ્યું કે જો ગ્રાહક 1 જાન્યુઆરીથી બેન્કિંગ સર્વિસને ચાલુ રાખવા માગે છે તો કોઈપણ સ્થિતિમાં પોતાના ખાતાના આધાર સાથે લિંક કરવું પડશે. આમ ન કરવા પર ગ્રાહકોનું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
બેંક તરફથી સૂચના આપવામાં આવી છે કે જો 31 ડિસેમ્બર સુધીમાં આધારકાર્ડને બેંક સાથે લિંક કરવામાં નહીં આવે તો 1 જાન્યુઆરીથી તમારૂ અકાઉન્ટ ઓપરેટ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. બેંકે એ સ્પષ્ટ કર્યું છે કે આવું ન કરનારનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. ભારતીય સ્ટેટ બેંકે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -