આકાશ અંબાણી અને શ્વેતા મહેતા ભારતના ક્યા ઐતિહાસિક મંદિરે લગ્ન કરશે, જાણો વિગત
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સમાચાર સામે આવ્યા બાદ સ્થાનિક અધિકારી અને મંદિરના સંચાલકો બહુ જ ઉત્સાહિ છે. આ મંદિરમાં પહેલી ટીવી કલાકર કવિકા કૌશિક ઉત્તરાંખડના રાજ્યમંત્રી ડો. ધનસિંહ રાવત, આઈએએસ અપર્ણા ગૌતમના લગ્ન થયા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ ગ્રુપની ટીમે આ મંદિરનો પ્રવાસ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટસના મતે આકાશના લગ્નને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ સ્થળને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે અહીં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેડિંગ ડેસ્ટિનેશનલ તરીકે વિકસિત થયા બાદ સૌથી પહેલાં લગ્ન મુકેશ અંબાણીના પુત્રના થઈ શકે છે.
જો શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન આ જગ્યાએ થશે તો આ વેડિંગ ડેસ્ટિનેશનનું જબરદસ્ત બ્રાન્ડિંગ થશે. તેનાથી આ મંદિરને દેશ-વિદેશમાં પણ ઓળખ મળશે.
નવી દિલ્હી: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ડાયમંડના બિઝનેસ મેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ તેની મંગેતર શ્લોકા સાથે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના પ્રખ્યાત ત્રિયુગી નારાયણ મંદિરમાં સાત ફેરા લઈ શકે છે. લગ્નને લઈને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
30મી જૂનના રોજ આકાશ અંબાણી અને શ્લોક મહેતાની સગાઈ થઇ હતી. પુત્રની સગાઈના લગ્નની ખુશીમાં એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રિયુગી નારાયણ મંદિરમાં વિષ્ણુ ભગવાનની હાજરીમાં શંકર ભગવાને માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંબાણી પરિવારએ બન્નેના લગ્નની તડામાર તૈયારી ચાલુ કરી દીધી છે. લગ્નની તૈયારીઓ માટે કંપનીના અધિકારીઓની ટીમે તૈયારીઓ અંગે માહિતી પણ લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -