વિપ્રોના પ્રમુખ પ્રેમજીને ન મળ્યું કમીશન, 63 ટકા ઘટ્યો પગાર
જોકે, વિપ્રોના સીઈઓ અબિદાલી નીમુચવાલાના પગારમાં નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. નીમુચવાલાને ફેબ્રુઆરી 2016માં સીઈઓના પદ પરથી પ્રમોટ કરીને સીઈઓ બનાવવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આઈટી સેક્ટરમાં મુખ્ય એક્ઝિક્યૂટિવના પગારમાં વિતેલા કેટલાક સમયમાં ઓછો ગ્રોથ જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2016-17માં ઇન્ફોસિસ સીઈઓ વિશાલ સિક્કાના પગારમાં અંદાજે 67 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તેને 48.73 કરોડ રૂપિયાની જગ્યાએ માત્ર 16.01 કરોડ રૂપિયા મળ્યા હતા.
દસ્તાવેજ અનુસાર અઝીમ પ્રેમજીને વિપ્રોના 2016-17 પહેલાના નાણાંકીય વર્ષની તુલનામાં જેટલો નફો વધારે થાય તેના 0.5 ટકા કમીશન મળવાનું હતું. પરંતુ 31 માર્ચ 2017ના રોજ પૂરા થયેવ વર્ષમાં તેમનું કમીશન ઝીરો હતું. વર્ષ 2015-16માં પ્રેમજીને 1,39,634 ડોલર કમીશન મળ્યું હતું.
અમેરિકન સિક્યૂરિટી એન્ડ એક્સચેન્જ કમિશનને આપવામાં આવેલી જાણકારી અનુસાર પ્રેમજીને 2016-17ના પેકેજમાં 66,464 ડોલર પગાર તથા 41,742 અન્ય ભથ્થાં સામેલ હતા. ઉપરાંત 13,647 ડોલર લાંબાગાળાના લાભ (કંપની તેમના માટે ભવિષ્ય નિધિ અને પેંશન ફંડમાં ફાળો) હતા.
નવી દિલ્હીઃ વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીના પેકેજમાં વિતેલા વર્ષે 63 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેને વિતેલા વર્ષે 1,21,853 (અંદાજે 79 લાખ રૂપિયા)નું પેકેજ મળ્યું છે. તેમને તે ગાળામાં કોઈ કમીશન આપવામાં નથી આવ્યું. પ્રેમજીને આ પહેલા 2015-16માં 3,27,993 ડોલર (અંદાજે 2.17 કરોડ રૂપિયા)નું પેકેજ મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -