2018માં ભારતનો વિકાસ દર 7.8% રહેશેઃ વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર આઇહન કોસે કહ્યું કે, આગામી દાયકામાં બારત વિશ્વના અન્ય કોઇ ઉભરતા અર્થતંત્રની તુલનામાં ઉચ્ચ વિકાસ દર હાંસલ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ટૂંકાગાળાના આંકડા પર તેમનું ફોક્સ નથી. ભારતની જે તસવીર બની રહી છે તેમાં વિશાળ ક્ષમતા હોવાનું જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ તાજેતરમાં જ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO) દ્વારા જાહેર કરવામાં આવેલા વિકાસ દર ઘટવાનું કહેવામાં આવ્યા બાદ ચારે બાજુથી ઘેરાયેલી મોદી સરકારને રાહત મળી છે. વર્લ્ડ બેંકે કહ્યું છે કે આ મહત્વાકાંક્ષી સરકારમાં થઈ રહેલા વ્યાપક સુધાર ઉપાયોની સાથે ભારતમાં વિશ્વના બીજા ઉભરતા અર્થતંત્રોની તુલનામાં વિકાસની અનેકગણી વધારે સંભાવના છે.
જોકે તેમણે અન્ય ઉભરતા અર્થતંત્રની તુલનામાં ભારતમાં મહિલા શ્રમિકોના ઓછા હિસ્સાની વાત પણ કરી છે. આ ઉપરાંત ભારત સામે બેકારી ઘટાડવાનો પડકાર પણ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
વર્લ્ડ બેંકે બુધવારે 2018 માટે ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં વર્લ્ડ બેંક મુજબ ભારત આગામી બે વર્ષમાં 7.5 ટકાના દરથી આગળ વધી શકે છે. વર્લ્ડ બેંકે 2018 ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિલીઝ કર્યો છે. જે મુજબ નોટબંધી અને જીએસટીથી લાગેલા ઝટકા છતાં 2017માં ભારતનો વિકાસ દર 6.7 ટકા રહેવાનો અંદાજ છે.
રિપોર્ટમાં એક દાયકામાં ભારતનો વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કોસે કહ્યું કે ભારતે તેની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરવા માટે રોકાણની સંભાવનાને વધારનારા પગલાં લેવા પડશે. લેબર માર્કેટ રિફોર્મ, શિક્ષણ, સ્વાસ્થ્યમાં સુધારો અને ઇન્વેસ્ટમેન્ટના માર્ગમાં આવી રહેલી અડચણો દૂર કરવાથી ભારતની સંભાવનાઓ વધુ સારી બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -