વિશ્વના મોટા ફંડ હાઉસે 1 દિવસમાં વેચ્યું 7 ટન સોનું, જાણો આગળ કેટલા ઘટી શકે છે ભાવ
અમેરિકન ડોલર 14 વર્ષની ઉંચાઈ પર પહોંચી ગયો છે. ચાલુ મહિને રૂપિયો અંદાજે 3.75 ટકા સુધી તૂટ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ટ્રમ્પ સરકાર આવનારા દિવસોમાં ચૂંટમી વચનો અનુસાર ટેક્સમાં ઘટાડાની સાથે સાથે સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનું ફરમાન આપી શકે છે. આ બન્ને ઘટાડાની અસરથી ડોલર મજબૂત થવાની ધારણાએ વિતેલા બે દિવસમાં કરન્સી માર્કેટમાં ડોલર સૌની પહેલી પસંદ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની માગમાં ઉછાળો જોવા મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રોકરેજ હાઉસ HSBCના હાલમાં જ જારી થયે અહેવાલ અનુસાર સુરક્ષિત રોકાણ માગને કારણે વિશ્વભરમાં મોટા ઈટીએફે સોનામાં ખરીદી કરી હતી. જ્યારે ઇમર્જિંગ માર્કેટ્સમાં સતત સોનાની માગ ઘટી રહી છે. માટે ચાલુ વર્ષે સોનાની સરેરાશ કિંમત 1100 ડોલર પ્રતિ ઔંસ રહેવાની ધારણા છે.
વિશ્વભરમાં બોન્ડ યીલ્ડમાં આવેલ ઘટાડાને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી હતી, પરંતુ હવે અમેરિકામાં વ્યાજ દર વધવાને કારણે કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનામાં તેજીના તમામ કારણ વૈશ્વિક બજાર સાથે સંકળાયેલ છે. અમેરિકામાં વ્યાજ દર વધવાથી ડોલર ઇન્ડેક્સ 14 વર્ષની ઉચ્ચ સપાટી પર આવી ગયો છે. માટે સોનામાં આગળ વધુ ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે આવનારા દિવસોમાં સોનું ફરી 1100 ડોલર પ્રતિ ઔંસ કરતાં પણ નીચે જઈ શકે છે.
બ્લૂબબર્ગના આંકડા અનુસાર વિશ્વના સૌથી મોટા ઈટીએફ SPDR હોલ્ડિંગ્સે 1 દિવસમાં અંદાજે 7 ટન (700 કિલો) સોનું વેચ્યું છે. હવે SPDR પાસેનું હોલ્ડિંગ ઘટીને 842.33 ટન પર આવી ગયું છે. નિષ્ણાંતો અનુસાર, SPDR હોલ્ડિંગ્સના વેચાણનો મતલબ સ્પષ્ટ છે કે, આગળ સોનાની કિંમતમાં ઝડપથી ઘટાડો જોવા મળશે. SPDR હાલના સ્તરે પ્રોફિટ બુક કરી રહી છે.
નવી દિલ્હીઃ અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધારો કર્યા બાદ સોનામાં રોજ કડાકા બોલી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 11 મહિનાની નીચલી સપાટી એટલે કે 1122 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયા છે. જ્યારે બજારમાં વિશ્વના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) SPDR હોલ્ડિંગ્સે ઓપન માર્કેટમાં એક જ દિવસમાં 7 ટન સોનું વેચ્યું છે. માટે કહેવાય છે કે, સુરક્ષિત રોકાણની માગમાં વધારો થવાને કારણે સોતાનામાં તેજી પુરી થઈ ગઈ છે. હાલમાં વિશ્વભરમાં મોટા બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે, ડિસેમ્બર અંત સુધી ઘરેલુ બજારમાં સોનાની કિંમત ઘટીને 27 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -