દુનિયાની સૌથી ઝડપી કાર બની Bugatti Chiron, જાણો કેટલી છે સ્પીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2019 05:29 PM (IST)
1
Chironએ આ રેકોર્ડ જર્મનીમાં ફૉક્સવેગન ગ્રુપની સિક્રેટ ટેસ્ટ પર બનાવ્યો છે. આ રેકૉર્ડ શિરોનના સ્ટાન્ટર્ડ મૉડલે નહીં પણ મૉડિફાઈડ વર્ઝને બનાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હી: Bugattiની શાનદાર સુપર સ્પોર્ટ્સ કાર Chironએ રફ્તારનો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત દીધો છે. Bugatti Chiron પહેલીવાર ત્યારે સામે આવી હતી જ્યારે 420 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સૌને ચોંકાવી દીધાં હતા. આ વખતે આ કારે પોતાની ઝડપને જ માત આપતા નવો રેકોર્ડ બનાવી લીધો છે.
3
Bugatti Chironએ 490.48 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી રેસ પૂરી કરીને દુનિયાની સૌથી ઝડપી કારનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. એટલું જ નહીં આ કારે 300 માઈલ પ્રતિ કલાકની ઝડપ સાથે દુનિયાની પ્રથમ કાર બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -