27 સપ્ટેમ્બરથી શરૂ થશે Xiaomiનો સેલ, માત્ર 1 રૂપિયામાં ખરીદી શકાશે સ્માર્ટફોન અને ઘણું બધું

આ સેલ દરમિયાન દરેક પ્રોડક્ટ પર મળનારી ઓફર્સને mi.com પર લિસ્ટ કરી દેવામાં આવી છે. તેમાં રેડમી 4, રેડમી નોટ 4, મી મેક્સ 2 અને રેડમી 4A તેમજ Mi A1 પણ શામેલ છે.
કંપની Mi મેમ્બર માટે ડિસ્કાઉન્ટ કૂપન અને એફ-કોડ પણ ઓફર કરી રહી છે, જેને Mi સેલમાં જીતી શકાય છે. આ સિવાય ત્રણ દિવસ ચાલનારા આ સેલમાં રોજ સવારે 11 વાગ્યે અને સાંજે 5 વાગ્યે 1 રુપિયાના ફ્લેશ સેલનું પણ આયોજન કરવામાં આવશે. રોજ બપોરે 2 વાગ્યે એપ પર કોન્ટેસ્ટ અને 4 વાગ્યે એક ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કોન્ટેસ્ટ પણ થશે.
આ સેલમાં સ્માર્ટફોન્સ સિવાય અન્ય પ્રોડક્ટ્સ પર પણ છૂટ મળશે. જેમ કે, મી બેન્ડ HRX એડિશન, મી ઈન-ઈયર હેડફોન અને મી પાવર બેન્ક જેવી એસેસરીઝ પર છૂટ મળશે. આ સેલમાં તાજેતરમાં જ લોન્ચ થયેલા રેડમી નોટ 4 લેક બ્લૂ એડિશનને પણ શામેલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતમાં હાલમાં સેલની સીઝન ચાલી રહી છે. દેશની તમામ ઇકોમર્સ વેબસાઇટ સેલ લઈને આવી છે, જેમાં ગ્રાહકોને 90 ટકા સુધી ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળી રહી છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે મોબાઈલ માત્ર 1 રૂપિયામં મળશે. તો તમે ખુદને રોકી નહીં શકો. હા, ચાઈનીસ સ્માર્ટફોન કંપની Xiaomi ધમાકેદાર સેલ લઈને આવી રહ્યું છે. Xiaomiની સત્તાવાર વેબસાઈટ mi.com પર 27 સપ્ટેમ્બરથી સેલ ચાલુ થશે. આ સેલ 27 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે શરૂ થશે અને 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.