iPhone 8 અને 8 પ્લસ પર Jio આપી રહ્યું છે બમ્પર છૂટ, જાણો વિગત
Apple iPhone 8 અને iPhone 8 Plusનું પ્રી બુકિંગ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ ફોનની સાથે રિલાયન્સ જિઓની એક દમદાર ઓફર મળી રહી છે. જિઓ આઈફોન 8 એક વર્ષ માટે માત્ર 16200 રૂપિયામાં આપી રહ્યું છે. આઈફોન 8 અને 8 પ્લસનું શિપિંગ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. આ બન્ને ફોન 64 જીબી અને 256 જીબી ઇન્ટરનલ મેમરી સાથે આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આઈફોન 64GB અને 256GBના બે સ્ટોરેજ વેરિયન્ટ્સમાં આવે છે. આ ડિવાઈઝ સિલ્વર, સ્પેસ ગ્રે અને ગોલ્ડ કલર વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે અને વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ નવા ફોન્સમાં ઈમ્પ્રુવ્ડ કેમેરા સોફ્ટવેર પણ છે જે સારા પોટ્રેટ શોટ્સ ક્લિક કરે છે. નવા કેમેરા ઓગમેન્ટેડ રિઅલીનો પણ સપોર્ટ કરે છે આ એક્યુરેટ મોશન ટ્રેકિંગ ટેક્નોલોજીની ક્રેડિટ આવે છે. આઈફોન 8ની કિંમત ભારતમાં 64,000 રુપિયા અને આઈફોન 8 પ્લસની 73,000 રુપિયાથી શરુ થાય છે.
પોતાના પ્રીડિસેસરની જેમ આઈફોન 8 પ્લસમાં ડ્યુઅલ બેંક કેમેરા સેટઅપ છે જેમાં 12MPના બે સેંસર છે. ઈ કેમેરામાં પોટ્રેટ લાઈટિંગ નામનું ફીચર છે. આ ફીચર ઈમેજની ડેપ્થને સેન્સ કરે છે અને તેના મુજબ સબજેક્ટના ચહેરા પર લાઈટને એડજસ્ટ કરે છે. બીજી તરફ આઈફોન 8માં તે 12MP બેક કેમેરા છે.
નવા આઈફોનને ભારતમાં 29 સપ્ટેમ્બર સુધી પ્રી બુક કરાવી શકાશે. તે પછી તે બજારમાં આવી જશે. રિલાયન્સ જિયોએ આઈફોન 8 અને 8 પ્લસ માટે 799 રુપિયાના ટેરિફ પ્લાનની પણ જાહેરાત કરી છે. આ પોસ્ટપેઈડ પ્લાન છે જેમાં 799 રુપિયામાં દર મહિને 90GB ડેટા મળશે. આ ટેરિફ પ્લાન આઈફોન X પર પણ મળશે જ્યારે 27 ઓક્ટોબરે આ ફોનનો પ્રી-ઓર્ડર શરૂ થશે.
કંપની આઈફોન 8 અને 8 પ્લસ પર 70% બાયબેક ગેરન્ટી આપશે. આ ફોન રિટર્ન પોલિસી 1 વર્ષ માટે લાગુ પડશે. આ ઓફર તમામ રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ અને જિયોની વેબસાઈટ પરથી ખરીદનારને મળશે.
આઈફોન 8માં 4.6 ઈંચની રેટીના HD ડિસ્પ્લે છે જ્યારે આઈફોન 8 પ્લસમાં 5.5 ઈંચની રેટીના HD સ્ક્રીન છે. આ સ્માર્ટફોન નવા ઓલ ગ્લાસ ડિસ્પ્લેની સાથે આવ્યા છે જેની આસપાસ એલ્યુમિનિયમ બેઝલ છે. આ કંપનીનો પોતાનો 10mm A11 બાયોનિક ચિપસેટ લાગેલો છે. એપલનો દાવો છે કે આ પ્રોસેસર પાછલા A10 પ્રોસેસરથી 70% વધુ ઝડપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -