યસ બેંકે પોતાના 2500 કર્મચારીઓની કરી છટણી, વધુ સ્ટાફ અને ખરાબ પ્રદર્શનને ગણાવ્યું કારણ
ટેક્નોલોજી અને ઓટોમેશનને કારણે બેંકોમાં નોકરી ઘટી ગઈ છે. અનેક સરકારી અને ખાનગી બેંકો બિન જરૂરી જગ્યાઓ પર સ્ટાફને હટાવીને ત્યાં રોબોટિક ટેકનીક દ્વારા કામ લઈ રહી છે એવામાં ભવિષ્યમાં બેન્કિંગ સેક્ટરમાં નોકરીઓ ઘટવાની આશંકા વધી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકમાં ક્લર્કના પદ માટે ઓછી ભરતી થશે જ્યારે અધિકારીના પદ માટે વર્ષના અંત સુધીમાં ભરતીઓ વધી શકે છે. સ્ટેટ બેંકે એપ્રિલ 2016થી માર્ચ 2017 દરમિયાન કુલ 13097 લોકોને નોકરી પર રાખ્યા હતા જ્યારે 11264 લોકો નિવૃત્ત થયા છે.
આ વર્ષે બેન્કિંગ સેક્ટરમાં નોકરી ની ઘટ જોવા મળી શકે છે. દેશના સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ચાલુ વર્ષે ઓછા લોકોની ભરતી કરી છે. સ્ટેટ બેંકના ચેરપર્સન અરૂંધત્તિ ભટ્ટાચાર્યએ ખુદ કહ્યું હતું કે, બેંક તરફથી ચાલુ વર્ષે ઓછો લોકોને નોકરી પર રાખવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશમાં ખાનગી ક્ષેત્રની મોટી બેંક યસ બેંકે પોતાના અંદાજે 2500 કર્મચારીઓની છટણી કરી છે. આ બેંકના કુલ કર્મચારીઓની સંખ્યાના અંદાજે 10 ટકા લોકોની છટણી કરવામાં આવી છે. બેંકે કર્મચારીઓને કાઢવા પાછળનું કારણ ખરાબ પ્રદર્શન, અને વધારે સ્ટાફ અને ડિજિટલાઈઝેશન હોવાનું જણાવ્યું. યસ બેંકે પહેલા આ વર્ષે દેશની ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક એચડીએફસીએ પણ માર્ચ સુધીમાં 11000 કર્મચારીઓની છટણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -