છોટાઉદેપુરઃ પાવી જેતપુરના નાની બેજ ગામની કોતર પાસેથી 23 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગત 7મી ડિસેમ્બરે ગામમાં લગ્ન હોય ચોલી અને અન્ય કપડાની ખરીદી માટે યુવતી નીકળી હતી, પરંતુ ત્રણ દિવસ સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. અચાનક ગઈ કાલે તેની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, યુવતીની હત્યા કોણે કરી અને કેમ કરી તે જાણી શકાયું નથી.
આ અંગેની વિગતો એવી છે કે, ત્રણ દિવસથી ગુમ કલ્પનાબેન લક્ષ્મણભાઇ રાઠવા (ઉ.વ. 23 )નો સંદિગ્ધ હાલતમાં નાનીબેજની કોતરમાંથી મળી આવ્યો હતો. કોતરમાં કોઈ યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરતાં ગામની જ ગુમ થયેલી યુવતી હોવાનું સામે આવ્યું હતું. યુવતીની લાશને તપાસતાં તેના નાકમાંથી લોહી નીકળ્યું હોવાનું જણાયું હતું. પી.એમ. બાદ યુવતીની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પાવીજેતપુર પોલીસે હત્યાનો ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
છોટાઉદેપુરઃ લગ્નના કપડા ખરીદી કરવા માટે ગયેલી યુવતીની હત્યા, હત્યાનું કારણ અકબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Dec 2020 04:08 PM (IST)
ત્રણ દિવસથી ગુમ કલ્પનાબેન લક્ષ્મણભાઇ રાઠવા (ઉ.વ. 23 )નો સંદિગ્ધ હાલતમાં નાનીબેજની કોતરમાંથી મળી આવ્યો હતો. કોતરમાં કોઈ યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરતાં ગામની જ ગુમ થયેલી યુવતી હોવાનું સામે આવ્યું હતું
મૃતક યુવતીની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -