અમદાવાદઃ અમદાવાદમાં રહેતી 30 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. યુવતીએ આ છોકરાને શારીરિક સંબંધો બાંધી ઉત્તેજીત થવાય તેવા મેસેજીસ અને ફોટા મોકલતી હતી. પોતાના ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ પણ માણતી હતી. છોકરાના માતા-પિતાને આ વાતની ખબર પડતાં તેમણે છોકરા પર નિયંત્રણો મૂકતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. છોકરાના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતાં યુવતીએ છોકરો તેની સાથે હોવાનું કબૂલ્યું હતું. તેણે છોકરાને માતા-પિતા પાસે મોકલવાની ખાતરી પણ આપી હતી, પણ છોકરાને ના મોકલતાં પોલીસે ઘરે જઈને છોકરાને છોડાવવો પડ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, અસારવામાં રહેતી 30 વર્ષની યુવતીના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ તેનો આનંદનગરમાં રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો. યુવતીએ છોકરાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી યુવતી વારંવાર તેને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી.
છોકરા પાસે મોબાઈલ ન હોવાથી છોકરાના પિતાના મોબાઈલ પર શારીરિક સંબંધોને લગતા મેસેજ તથા ફોટા મોકલતી હતી. છોકરો મિત્રોના મેસેજ આવવાના છે એવું કહીને ફોન લઈ લેતો ને આ બધું જોતો. એક દિવસ પિતા જોઈ જતાં તેમણે ઠપકો આપીને ફોન લઈ લીધો હતો છતાં આ મેસેજ ચાલુ રહ્યા હતા. પિતાએ તેની માતને ફોન કરતાં તેમણે યુવતીની વધારે ઉંમર અને છુટાછેડા લીધેલા હોવાથી સંબંધને મંજૂરી આપી ન હોતી.
આ પછી તેમણે નિયંત્રણો મૂકતાં યુવતીએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાના બોયફ્રેન્ડ સાથે રહેવામાં મદદ પણ માગી હતી પણ છોકરાની ઉંમર નાની હોવાથી મદદ નહોતી મળી. છેવટે યુવતી છોકરાને ઘરેથી ભગાડી જતાં છોકરાન માતા-પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એન.સી આપી હતી. પૂછપરછમાં યુવતીએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેની પાસે જ છે અને સાંજ સુધીમાં ઘરે મોકલી આપશે. સાંજ સુધીમાં તે ઘરે નહીં આવતા માતા-પિતા તેના ઘરે ગયા હતા. ત્યાં પણ છોકરો મળ્યો નહોતો. કૃપાએ ઘર બહારથી બંધ કરી દીધું હતું અને અંદર બન્ને જણ પુરાઇ ગયા હતા. છેવટે પોલીસને બોલાવવી પડી હતી.
આ 30 વર્ષીય યુવતી એક પુત્રની માતા છે. દીકરાના જન્મ બાદ થોડા સમયમાં તેના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ તેને એકલતા લાગતી હતી, તેથી 17 વર્ષના છોકરા સાથે સંબંધો બાંધીને પોતાની એકલતા દૂર કરતી હોવાનું તેણે કબૂલ્યું છે.
અમદાવાદઃ 30 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે બંધાયા શારીરિક સંબંધ, ઘરે બોલાવીને માણતી શરીર સુખ, પિતાના ફોન પર મોકલ્યા ફોટા ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2020 04:06 PM (IST)
અસારવામાં રહેતી 30 વર્ષની યુવતીના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ તેનો આનંદનગરમાં રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો. યુવતીએ છોકરાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી યુવતી વારંવાર તેને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -