વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2.00 કલાકે ખાતમૂર્હુત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંકત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.
જોકે આ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમના અન્ટીજન અને આરટીપીસીઆર બંને ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા લોકોને અપીલ કરી હતી.
રાજ્યમાં સોમવારે કોવિડ-19ના નવા 1175 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4171 પર પહોંચ્યો હતો. રાજ્યમાં હાલ 13298 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,10,214 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13233 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,27,683 પર પહોંચી છે.