વિશ્વમાં બ્રિટનમાં સૌથી પહેલા કોરોના રસી આપવાની શરૂઆત થઈ હતી. બ્રિટને ફાઇઝર-બાયોએનટેક રસીને મંજૂરી આપી છે. આ ઉપરાંત અમેરિકામાં પણ ફાઇઝર-બાયોએનટેક દ્વારા નિર્મિત કોવિજ-19 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકામાં સ્વાસ્થ્યકર્મીઓને સૌથી પહેલા રસી અપાશે.
કેનેડામાં પણ કોરોના વેક્સિનને મંજૂરી આપવામાં આવી ચુકી છે. કેનેડામાં ફાઇઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત બેહરીને અને સિંગાપુરમાં ફાઇઝર તથા જર્મનીની બાયોએનટેક દ્વારા તૈયાર કોરોના વેક્સિનને મંજૂરી અપાઈ છે. યુએઈમાં ચીનની કંપની સિનોફાર્મની વેક્સિનને મંજૂરી મળી છે.
રશિયામાં પણ કોરોના સામે લડવા વેક્સિન આપવાનું કામ શરૂ થઈ ગયું છે. રશિયાએ સ્પૂતનિક-વીને મંજૂરી આપી છે. આ વેક્સિન હાલ કોરોનાથી સંક્રમિત થવાનો સૌથી વધુ ખતરો હોય તેવા લોકોને આપવામાં આવી રહી છે. જ્યારે વિશ્વમાં એવા અનેક દેશો છે, જ્યાં કોરોના રસીને મંજૂરી આપવાની બાકી છે.
વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7.31 કરોડ પર પહોચી છે. 16.27 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે.
Farmers Protest: આંદોલન કરી રહેલા ભૂખ્યા ખેડૂતોને રોજ બિસ્કિટ અને ફળ વહેંચે છે આ 4 વર્ષનો ટેણિયો, લોકો કરી રહ્યા છે સલામ
Corona Vaccine: દેશમાં રસી માટે પહેલા કરાવવું પડશે રજિસ્ટ્રેશન, જાણો કયા ફોટો આઈડીની પડશે જરૂર
ગુજરાતી પટેલ પરિવારને USમાં થયો એક્સિડન્ટ, માતા-પિતા બચી ગયાં પણ બંને કિશોર દીકરાનાં મોત. જાણો ક્યાંનો છે પરિવાર ?