સુરત: શહેરના વેડ રોડ પર સૂર્યા મરાઠી ગેંગના પન્ટર સફી શેખ પર ફાયરીંગ ઘટના બની હતી જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો હતો. હવે આ મામલે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે. ચિંતાજનક બાબત એ છેકે ઝડપાયેલ 4 આરોપીઓ પૈકી 3 આરોપી બાળ ગુનેગાર છે. જોકે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી બહાર છે. અંગત અદાવતમાં ફાયરિંગ કરાયાનું બહાર આવ્યું છે.
સીસીટીવીમાં 2 બાઇક પર આવેલ 5 શખ્સોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા યુવકે ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના વેડ રોડ સ્થિત અખંડ આનંદ કોલેજ નજીક સૂર્યા મરાઠી ગેંગના પન્ટર શફી નામના યુવાન પર બાઇક પર આવેલા શૂટરોએ ફાયરીગ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. ફાયરીંગમા શફીને સામાન્ય ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શફીને પેટના ભાગે ગોળી વાગતા તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર છે.
ફાયરિંગની ઘટનાને પગલે ચોક બજાર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પોલીસે ધટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે શૂટરો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. ત્યાર બાદ 4 આરોપીઓની ધરપકડ કરી. 4 પૈકી 3 બાળ ગુનેગારને જુવેનાઇલ હોમ મોકલી આપ્યા છે જ્યારે 1 આરોપીને જેલમાં મોકલી અન્ય 1 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો
Manish Sisodia Gujarat Visit: જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત
Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે ફરી આપી 5 નવી ગેરેન્ટી, હોસ્પિટલમાં નહીં આપવો પડે એક પણ રૂપિયો
UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા