65 વર્ષના હવસખોરની હેવાનિયત, બે બાળકીને હવસનો શિકાર બનાવી

Gondal News : આ 65 વર્ષના હવસખોરે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી લોહીલુહાણ બની ગઇ ત્યાં સુધી પીંખ્યા કરી.

Continues below advertisement

RAJKOT : રાજકોટમાં એક 65 વર્ષીય હવસખોરની હેવાનિયત સામે આવી છે. આ હવસખોરે એક નહીં પણ બે બે યુવતીઓએ પોતાની હવસનો શિકાર બનાવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામમાં આ 65 વર્ષના હવસખોરે  હેવાનિયતની હદ વટાવી દીધી. એક નહિ બે માસૂમ બાળાઓ પર કુ દ્રષ્ટિ કરી. 

Continues below advertisement

સડક પીપળીયા ગામની સીમમાં આવેલ એક કારખાનાની ઓરડીમાં પોતાના દીકરી જમાઇના ઘરે આવેલા આ હવસખોરે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ચેષ્ટા કરી હતી. બાળકી લોહીલુહાણ બની ગઇ ત્યાં સુધી પીંખ્યા કરી. બીજી પાંચ વર્ષની બાળકી સાથે બિભત્સ અડપલા કર્યા. 

ગોંડલ તાલુકા પોલીસે ઘટનાની ગણતરીની કલાકોમાં જ આરોપી સાલિકરામ રામસરધાર નામના 65 વર્ષીય હવસખોરને ઝડપી લીધો હતો.આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેને આજે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.

આરોપી સાલિકરામ રામસધાર ઉત્તરપ્રદેશ રહેવાસી છે. સડક પીપળીયા ગામે આવેલી મજૂર કોલોનીમાં રહેતી દીકરીના ઘરે આવ્યો હતો. અહીં પાડોશમાં રહેતા પરિવારની એક  પાંચ વર્ષની  અને બીજી સાડા ત્રણ વર્ષની બાળકીઓને પ્રસાદી અને મીઠાઈ આપવાના બહાને રૂમમાં લઇ જઇ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની જઘન્ય ચેષ્ટા કરી હતી.

યુવતી સાથે અડપલાં કરનાર પાખંડી ભુવાની ધરપકડ કરી
તાપી જિલ્લાની ડોલવણ પોલીસે એક પાખંડી ભુવાની ધરપકડ કરી છે. આ પાખંડી ભુવાએ માનતા પુરી કરવાની વિધિ કરવાના બહાને એક યુવતીને અવાવરું જગ્યાએ બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરી ગુનો કરતા પોલીસે આ પાખંડીને ઝડપી પાડ્યો છે.

તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનમાં એક 23 વર્ષીય યુવતીએ એક પાખંડી વિરુદ્ધ શારીરિક અડપલાંની ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

આરોપી પાખંડી ભુવો વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરુદ્ધ અવાવરું જગ્યા એ લઈ જઈ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા જેમાં પોલીસે આ પાખંડી ભુવા ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.



Continues below advertisement
Sponsored Links by Taboola