Student Missing case:અમદાવાદની ઠક્કરબાપા નગર વિસ્તારની રઘુવીર વિધાવિહાર સ્કૂલમાંથી નાસી ગયેલા વિદ્યાર્થીએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે પોલીસ વિદ્યાર્થીના નિવેદનને વિશ્વનિય નથી ઠેરવી રહી.


21 જાન્યુઆરીએ  અમદાવાદની ઠક્કરનગર રઘુવીર વિધાવિહાર સ્કૂલમાં 9માં ધોરણમાં  અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલથી ગૂમ થઇ ગયો હતો. આ વિદ્યાર્થી બાળક ગત રાત્રે 1 વાગ્યે  અમદાવાદના કાળુપુર રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યું છે.પોલીસે વિદ્યાર્થીની  પૂછપરછ કરતા  વિદ્યાર્થીએ કેટલાક ચોંકાવનાર ખુલાસ પણ કર્યાં હતા.


વિદ્યાર્થીએ શું કર્યો દાવો


 વિદ્યાર્થીએ જણાવ્યું કે, એક ભિક્ષુક તેને શાળામાંથી ઇશારા કરીને બોલાવતો હતો તે શાળાની બહાર જતાં આ ભિક્ષુક તેને ભિક્ષુક તેને કૃષ્ણ નગર Amts બસ સ્ટેન્ડ માં લઇ ગયો હતો. ત્યાંથી તેને રેલવે સ્ટેશન લઈ ગયો હતાં, અહીં ભિક્ષુકે ખાવાનું આપ્યું હતું અને ભિક્ષુકે પરિવાર વિશે પણ પુછપરછ કરી હતી. ભિક્ષુક તેને ઉદેપુર લઇ જવાનો હોવાનો પણ દાવો કર્યો હતો.



પોલીસે દાવા નકાર્યો


મીડિયાએ જ્યારે આ સમગ્ર મામલે પોલીસ સાથે વાત કરી તો પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂલમાં કોઇ પ્રોજેક્ટ કે સ્વાસ્થ્યપોથી તૈયાર કરીને ન આવ્યો હોવાથી શાળામાંથી ઠપકો મળ્યો હતો બાદ તે શાળાથી નાસી ગયો હતો. પોલીસે ભિક્ષુક લઇ ગયો હોવાની વાતને નકારતા કહ્યું કે, શાળાથી માંડીને બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન સુધીના તમામ સીસીટીવી ફૂટેજમાં બાળક એકલો જ દેખાય છે.


Morbi: મોરબી દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની વધી મુશ્કેલી, ધરપકડ વોરન્ટ ઈસ્યુ


 


મોરબીઃ મોરબી દૂર્ઘટનાને લઈ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલની મુશ્કેલી વધી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યૂ કરવામા આવ્યું છે. દુર્ઘટના બાદ એકપણ વખત જયસુખ પટેલ જાહેરમાં આવ્યા નથી.  આજે જામીન અરજી પર સુનાવણી માં મુદત પડી હતી.


જો કે આજે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પર મુદત પડી હતી.  પહેલી ફેબ્રુઆરીએ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી સમયે સરકાર પક્ષ અને જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિત પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.


Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો પારો હજુ પણ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


ગાંધીનગર: ગુજરાતમાં  ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.  હવામાન વિભાગે હવામાં ભેજનું પ્રમાણ રહેવાની આગાહી વ્યક્ત કરવાની સાથે રાજ્યમાં 5 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ જે રીતે ઉત્તર તરફથી બરફિલા પવન ફંકાઈ રહ્યા છે તેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે.  હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે


રાજ્યમાં 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉત્તરાયણ પછી ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાત્રીના સમયમાં તથા વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે. આ સિવાય દિવસ દરમિયાન ઠંડી પવનોના કારણે વાતાવરણ ઠંડું રહે છે. અમદાવાદમાં આગામી દિવસમાં લઘુત્તમ તપામાન 9  ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. જે સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.


હવામાન વિભાગની વેબસાઈટ મુજબ આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને કમોસમી વરસાદ થવાની સંભાવના નથી. આ સાથે કોઈ વોર્નિંગ પણ આપવામાં આવી રહી નથી. આગામી 3-4 દિવસમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નથી. આ વખતે શિયાળા દરમિયાન ડિસેમ્બર મહિનામાં શિયાળો હુંફાળો રહ્યા બાદ અંતમાં ઠંડીએ જોર પકડ્યું અને ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત સહિતના રાજ્યો પર થઈ રહી છે