IND vs NZ Hockey WC: હૉકી વર્લ્ડકપ 2023માં આજે ભારતીય ટીમ માટે મોટી મેચ રમાશે, આજે ભારતીય ટીમ ક્રૉસઓવર માચેમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે, આજની જીતથી નક્કી થશે કે કઇ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. જો ભારતીય ટીમ જીતી જશે તો ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા પાક્કી કરી લશે, જોક, અત્યારે સુધી હૉકી વર્લ્ડકપ 2023નાં પ્રદર્શન પર નજર કરીએ તો ભારતીય ટીમનું પ્રદર્શન લાજવાબ રહ્યું છે. આજે બન્ને ટીમો સાંજે 7 વાગે ઓડિશાના ભુવનેશ્વરના ગ્રાઉન્ડ પર ક્રૉસઓવર મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ પહેલા જાણો કઇ ટીમનું પલડુ છે ભારે......
ભારત-ન્યૂઝીલેન્ડ, હેડ ટૂ હેડ રેકોર્ડ -
એફઆઇએચ હૉકી વર્લ્ડકપની અધિકારીક વેબસાઇટ અનુસાર, જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના હાર જીતના રેકોર્ડ જોઇએ તો, તે અનુસાર, ભારતીય ટીમનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. ભારત 44 વાર ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતર્યુ છે, આ 44 મેચોમાંથી ભારતીય ટીમે 24 મેચોમાં જીત હાંસલ કરી છે, અને માત્ર 5 મેચો ટાઇ રહી છે. તો સામે ન્યૂઝીલેન્ડે આમાંથી માત્ર 15 મેચોમાં જ જીત નોંધાવી છે. આ આંકડા પરથા જાણી શકાય છે કે ભારતીય હૉકી ટીમનુ પલડુ ન્યૂઝીલેન્ડ ટીમ સામે ભારે રહ્યું છે. જોકે, આજે હૉકી વર્લ્ડકપ 2023માંની ક્રૉસઓવર મેચ પર તમામની નજર ટકી છે.
ઉલ્લેખનીય છે કે, આજે 22મી જાન્યુઆરીની મેચ જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીતી જાય છે, તો ભારતની ટક્કર આગામી મેચમાં એટલે ક્વાર્ટર ફાઇનલમાં હાલની ચેમ્પીયન ટીમ બેલ્જિયમ સામે થશે. આજની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હૉકી વર્લ્ડકપ 2023ની ક્રૉસઓવર મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચ ઓડિશાના ભુવનેશ્વરના ગ્રાઉન્ડ પર રમાશે.
ભારતીય ટીમને 47 વર્ષ બાદ મોકો -
ભારતીય ટીમે વર્ષ 1975માં હૉકી વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો, અને હવે ભારતની ધરતી પર રમાઇ રહેલા વર્લ્ડકપમાં આ આશા વધી ગઇ છે, ભારતવાસીઓ આશા રાખી રહ્યાં છે કે ફરી એકવાર આ ખિતાબ ટીમ ઇન્ડિયા જીતવામાં સફળ રહે, ભારત ફરીથી ચેમ્પીયન બને. આ વખતે ઓડિશામાં આ હૉકી વર્લ્ડકપ રમાઇ રહ્યો છે, અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે. ભારતીય ખેલાડીઓએ પણ આજની મેચ માટે તૈયારીઓ કરી લીધી છે