Gujarat Weather Upadate:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 23 જાન્યુઆરી બાદ ફરી એકવાર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ શકે છે.


આજ સવારથી તાપમાનનો પારો વધુ ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર રહેવાની શક્યતા છે. દાહોદનું તાપમાન 8.8 ડિગ્રી સુધી ગગડતાં દાહોદ રાજ્યુનું ઠંડુગાર શહેર બન્યુ છે. તો ગાંધીનગરમાં 9.8 ડિગ્રી અને અમદાવાદમાં નોંધાયું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. . આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે.


Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધશે ઠંડી, દેશના આ વિસ્તારમાં વરસાદની આગાહી


 


Weather Update: છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનું મોજુ ફરી વળતાં રાહત મળી છે. તાપમાન વધ્યું છે પરંતુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે જે હવામાનની પેટર્ન બદલી શકે છે.


દિલ્હી સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીથી રાહત મળી રહી છે, પરંતુ હવે એક વખત હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદનું જોર પણ  વધશે.


વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટૂંક સમયમાં આવવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિક્ષેપ 23 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલયને અસર કરશે, જેના કારણે 24-25 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિક્ષેપ 24 થી 27 જાન્યુઆરી વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોને અસર કરશે. આ કારણે રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં 24 થી 26 જાન્યુઆરી વચ્ચે વરસાદ મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે.


 આ રાજ્યોમાં વરસાદ પડશે


હવામાન વિભાગની આગાહી અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશની સાથે પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. આ સાથે મધ્ય ભારતના પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વરસાદની સંભાવના છે.


 ઉત્તર ભારતમાં 23 જાન્યુઆરી બાદ બગડશે મૌસમનો મિજાજ, વધશે ઠંડી


આગામી સપ્તાહે ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન ફરી એકવાર બદલશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 24 અને 25 જાન્યુઆરીએ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.


ઉત્તર પહાડી વિસ્તારોમાં ઠંડી વધવા લાગશે


આઇએમડીના વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે, આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે, ઉત્તર ભારતીય વિસ્તારમાં હવામાનની સ્થિતિમાં તીવ્ર ફેરફાર થઈ શકે છે. 23 જાન્યુઆરીથી પહાડી વિસ્તારોમાં ઠંડી વધવા લાગશે અને તેની અસર મેદાની વિસ્તારોમાં 24 જાન્યુઆરીથી જોવા મળશે, જે 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.


જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી


24 જાન્યુઆરીની સાંજથી આકાશ ગાઢ વાદળછાયું રહેશે અને ત્યારથી 26 જાન્યુઆરીની સવાર સુધી મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે.  ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે સપ્તાહના ઉત્તરાર્ધમાં લઘુત્તમ તાપમાનમાં વધારો અને મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થવાની ધારણા છે. શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.