સુરત: ઉન ગભેણી રોડ પર આવેલ સમ્સ ક્લિનિકના ડોક્ટર સામે શારીરિક અડપલાનો મહિલાએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. પેટમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલે આવેલી મહિલા સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે. પેટના ભાગે ચેક કરતા ડોકટરે પ્રાઇવેટ પાર્ટ પર સ્પર્શ કરતા મહિલા ગભરાઈ ગઈ હતી. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ડોક્ટર મકસુદ સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ સચિન જીઆઇડીસી પોલીસે ડોક્ટર મકસુંદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકામાં ગુજરાતી દંપત્તિની ગોળી મારી હત્યા કરવામાં આવતા હડકંપ
અરવલ્લી: અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકામાં અરવલ્લીના મેઘરજના દંપત્તિની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત ૬ તારીખે ગોળી મારી બન્નેની હત્યા કરવામાં આવી હતી. મોટેલ વ્યવસાય સાથે જોડાયેલ વેપારીની હત્યાથી ચકચાર મચી ગયો છે. અગાઉની અદાવત રાખી ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. મેઘરજ ખાતે પરિવારજનોને આજે જાણ કરાઈ છે. અમેરિકામાં વારંવાર ગુજરાતીઓ પર હુમલાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુમ પોલીસ હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવતા ચકચાર
વડોદરામાં ગુમ થયેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ વસાવાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, કમલેશ વસાવા હેડકવાટર્સમાં હથિયારધારી પોલીસમાં ફરજ બજાવતા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ 30 જાન્યુઆરીએ ગુમ થયા હતા. નવ દિવસ બાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો પતો ન મળતા પરિવારજનો વડોદરા પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારે ગઈકાલે જામ્બવા બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે કપડાં અને હાથે પહેરેલો લાલ કલરના દોરો પરથી તેમને ઓળખી કરી હતી. મક્કરપુરા પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી
બોટાદમાં બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
બોટાદઃ બોટાદમાં બાળકી પર બળાત્કાર ગુજારનારા દોષિતને બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, બોટાદ શહેરમાં ૨૦૨૧ મા પિન્ટુ ઊર્ફે મન્ગો સોલંકી નામના શખ્સે બાળકીને લલચાવી ફોસલાવીને અવાવરુ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બોટાદ સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂઆત જજે ગ્રાહ્ય રાખી હતી અને આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.