સુરત: શહેર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ગઈ કાલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હુમલાવર વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કલમ 307 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં પોલીસ દ્વારા કલમ 307 મુજબ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાદ સરથાણા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. એડવોકેટ અને વિવિધ સંગઠનો દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્ય હતો. મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રામ ધૂન બોલવવામાં આવી હતી. આખરે પોલીસે 307 મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પાસ નેતા અલ્પેશ કથીરીયાએ અપીલ કરી લોકોને ઘરે રવાના કર્યા હતા.
શું હતી ઘટના?
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અડવોકેટ મેહુલ બોધરા ટેમ્પો રોકી હપ્તો લેતા મળતીયાઓનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર જીવલેણ હુમલો થયો હતો. મેહુલ બોધરાનો આરોપ છે કે પોલીસના કેટલાક મળતીયા હપ્તાખોરી કરે છે. જેનો પર્દાફાશ કરવા ગયા હતા ત્યાં અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. એડવોકેટ મેહુલ બોઘરા ઉપર કહેવાતા પોલીસના મળતીયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
અકસ્માતમાં 10 લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારના દિવસે જ અલગ અલગ ચાર અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે 25 વર્ષીય યુવકને ઉડાવ્યો. કાર ચાલક ફરાર થઈ ગયો છે. યુવકનું ઘટના સ્થળે મોત થયું ચે. અમદાવાદમાં મોડી રાત્રે આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના. GJ01RP0774 નમ્બરની ઓડી કારે 25 વર્ષીય યશ ગાયકવાડને ઉડાવીને ફરાર. ચીમનભાઈ બ્રિજ પાસે થયો હિટ એન્ડ રન. ઝુંડાલ ગામનો યુવક યશ ગાયકવાડનું ઘટના સ્થળે મૃત્યુ. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ અસલાલી પાસે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો અકસ્માત. ડોકટર્સ સહિત 3 લોકોના થયા મૃત્યુ. અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત થયો હતો. અમદાવાદ એસ.જી. હાઇવે પર લોડિંગ રિક્ષાની ટક્કરથી મહિલાનું મૃત્યુ થયું છે. સરખેજ લકી એસ્ટેટ-સાબર હોટેલ પાસેની ઘટના. મહિલાને અકસ્માત બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાનું સારવાર દરમ્યાન થયું મૃત્યુ. એસ.જી. હાઇવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ રાત્રી દરમિયાન હીટ અન્ડ રનની ઘટના ઘટી હતી. લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત થયું છે. અકસ્માતમા બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. એકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ મા ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી થયો ફરાર. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.