સનસનીખેજ ઘટનાઃ 2 વર્ષ પહેલા અપહરણ કરીને કર્યા લગ્ન, પછી બંદૂકની અણીએ કરાવ્યો ગેંગરેપ
ગન્નોર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે, જોકે, હજુ સુધી આરોપી પતિ, તેની માતા અને અન્ય સાથીદારોની ધરપકડ નથી થઇ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિદ્વાર બાદ પીડિતાને સમાલખામાં એક બંધ રૂમમાં પુરી રાખવામાં આવી, આરોપી તેની સાથે અકુદરતી સંબંધ બનાવીને હેરાન પરેશાન કરતો રહ્યો. ત્યારબાદ પીડિતા ગર્ભવતી થઇ ગઇ હતી. પુત્રીના જન્મ બાદ આરોપીએ અંકિતે તેના સાથીઓ સાથે મળીને બંદૂકની અણીએ પીડિતા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો, સાથે મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આરોપી અને તેની માએ પીડિતાને ધમકાવી કે તે લગ્ન નહીં કરે તો જીવથી મારી નાંખીશું. ત્યારબાદ પહેલી ઓક્ટોબર 2016ના રોજ પાનીપત કોર્ટમાં લગ્નના કાગળ તૈયાર કરાવ્યા અને 3જી ઓક્ટોબરે જબરદસ્તીથી લગ્ન કરાવડાવી દેવામાં આવ્યા હતા. બાદમાં તે પીડિતાને હરિદ્વાર લઇ ગયો હતો.
નવી દિલ્હીઃ સોનીપત જિલ્લાના ગન્નોરમાં એક પરણીત મહિલાએ પોતાના પતિ પર અપહરણ, બળજબરીથી લગ્ન અને પોતાના ત્રણ સાથીદારો સાથે મળીને બંદૂકની અણીએ સામૂહિક બળાત્કાર કરાવવાનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદ અનુસાર, આરોપી પતિ, તેની મા અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ ગેંગરેપ, દહેજ, ત્રાસ આપવો, અપહરણ સહિતનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાએ કહ્યું કે, વર્ષ 2016માં આરોપી પતિ અંકિત તેના ઘરે આવ્યો હતો અને બાદમાં લગ્ન માટે દબાણ કરવા લાગ્યો. ત્યારબાદ આરોપીએ સપ્ટેમ્બર 2016માં તેની મા અને સાથીદારો સાથે મળીને પીડિતાનુ તેની કૉલેજના બહારથી અપહરણ કરી લીધું.
પરણીત મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, આરોપીઓ તેના ભાઇને મોબાઇલ પર પણ ધમકીભર્યા મેસેજ મોકલ્યા, જેનાથી પરેશાન થઇને ભાઇએ આત્મહત્યા કરી લીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -