Student Murder:મૃતક યુવક ભાસ્કર મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જેની ચાકુના ઘા મારીને હત્યા કરી દેવાઇ, જાણીએ શું છે સમગ્ર ઘટના


બેંગ્લોર યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા ભાસ્કર નામના યુવકની હત્યા કરી દેવાઇ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શુક્રવારે રાતે આ કોલેજનો વાર્ષિક ફેસ્ટ ચાલી રહ્યો હતો. આ સમય દરમિયાન બે જુથ વચ્ચે અથડામણ અને બોલાચાલી થઇ. જેમાં ચાકુના ઘા ઝીંકીને ભાસ્કર નામના યુવકની હત્યા કરી દેવાઇ. તો અન્ય એક વિદ્યાર્થીને ઇજા પહોંચી છે.


વડોદરાનો ભાસ્કર જેટ્ટી નામનો આ યુવક બેગ્લોરની રેવા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.  આ ધટનાશુક્રવાર રાતની છે. રાત્રીના સમયે  કોલેજમાં  વાર્ષિક મહોત્સવ ચાલતો હતો. આ સમય દરમિયાન  બે વિદ્યાર્થીના અલગ અલગ જુથમાં બબાલ થઇ હતી.સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા ભાસ્કરની છાતી પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અન્ય એક વિદ્યાર્થીને પણ આ હુમલામાં ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા જો કે ભાસ્કરનું સારવાર દરમિયાન મોત થયું તો અન્ય એક ઇજાગ્રસ્ત યુવકની સારવાર ચાલી રહી છે.


ભાસ્કરના મોતની ખબર મળતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં માતા શશીકલા, પિતા હરીશ અને 15 વર્ષીય બહેન નૈના શનિવારે સવારે ફ્લાઇટ થી બેંગ્લોર પહોચ્યાં હતા. પિતા સિક્યુરિટી ગાર્ડ હોવાાનું જાણવા મળ્યું છે. જેને લોન લઇને પુત્રને એન્જિનિયરિંગ માટે મોકલ્યો હતો. સ્કર જેટ્ટી ની અંતિમ વિધિ બેંગ્લોર પાસેના ગામમાં કરવામાં આવી  શકે છે.હતી. ભાસ્કરનું કોલેજનું ચોથું સેમેસ્ટર પૂર્ણ થવાનું જ હોવાથી તેમણે  વડોદરા આવવાનું તેનું રિઝર્વેશન પણ કરાવી લીધી હતું. આટલું જ નહી તેને તેને લંડન માં નોકરી પણ મળી ગઈ હતી.જોકે ફેરવેલ પાર્ટી માં તેની હત્યા થતા પરિજનો શોકમગ્ન છે.  પરિજનો ની માંગણી છે કે,  કર્ણાટકની સરકાર પર ભરોસો રહ્યો નથી તેથી હત્યાનો કેસ ગુજરાત ટ્રાન્સફર કરવામાં આવે ઉપરાંત વહેલી તકે આરોપીની ધરપકડ કરવા માંગણી કરી છે.હત્યાનુી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હત્યા ક્યાં કારણે કરવામાં આવી તેનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.