યુપીમાં કૉલેજના વિદ્યાર્થીએ ત્રણ વર્ષની બાળકી પર ગુજાર્યો રેપ, બાદમાં પેટીમાં પુરી થઇ ગયો ફરાર, જાણો વિગત
પોલીસના જણાવ્યા અનુસાર, રામપુરના ટાંડા વિસ્તારમાં 18 વર્ષીય યુવક જે ગ્રેજ્યૂએશનનો વિદ્યાર્થી છે, તે સોમવારે ઘરે એકલો હતો. તેના પરિવારના લોકો જંગલમાં કામ કરવા ગયા હતા. આ દરમિયાન તેને પાડોશમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને લાલચ આપીને ઘરે બોલાવી, બાદમાં તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાદમાં પીડાથી બુમો પાડતી ત્રણ વર્ષીય બાળકીને યુવકે પકડાઇ જવાના ડરથી એક પેટીમાં પુરી દીધી, જોકે બાદમાં પાડોશીઓએ બુમો પાડવાની અવાજ સાંભળતા બાળકી બચી ગઇ હતી. બાળકીના પરિવારજનોએ યુવક પર કેસ કર્યો અને પોલીસે તેની ધપકડક કરી લીધી હતી.
રામપુરઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ધ્રૃણાસ્પદ કૃત્યુ સામે આવ્યું છે. યુપીના રામપુર ટાંડા વિસ્તારમાં એક યુવકે ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે, એટલું જ નહીં રેપ કર્યા બાદ લોહીલુહાણ બાળકીને પેટીમાં પુરીને ફરાર થઇ ગયો હતો, જોકે બાળકી બચી ગઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -