CWG 2018: ભારતનું ખુલ્યું ખાતું, ગુરુરાજાએ વેઇટલિફ્ટિંગમાં અપાવ્યો સિલ્વર મેડલ
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 11 દિવસ સુધી ચાલનારા આ રમતોત્સવમાં ભારતના 200થી વધારે એથલીટ હિસ્સો લઈ રહ્યા છે. વર્ષ 2014માં ભારતે ગ્લાસ્ગો કોમનવેલ્થમાં 64 મેડલ જીત્યા હતા. આ વખતે પડકાર વધારે એવોર્ડ જીતવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે દેશભરની નજર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ પર ટકેલી છે. તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. વર્ષ 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમમાં ચાને 48 કિલો વર્ગમાં દેશ માટે રજત પદક જીત્યો હતો.
ભારતની બેડમિન્ટન ટીમે પણ જીતની સાથે શરૂઆત કરી હતી. પ્રથમ મુકાબલમાં ભારતના પ્રવણ ચોપડા અને ઋત્વિકાની જોડીએ શ્રીલંકાની ટીમને હાર આપી હતી. આ ઉપરાંત પુરુષ સિંગલ્સ મુકાબલામાં પણ ભારતે બાજી મારી હતી. ભારતીય મહિલા હોકી ટીમને પ્રથમ મુકાબલામાં હાર મળી છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કાસ્ટમાં ચાલી રહેલા 21મા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મેડલનું ખાતું ખોલાવી દીધું છે. વેઇટલિફ્ટર ગુરુરાજાએ પ્રથમ મેડલ અપાવ્યો છે. ગુરુરાજાએ 56 કિલોગ્રામ કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવવાની સાથે દેશને પ્રથમ પદક અપાવ્યો. ગોલ્ડ મેડલ મલેશિયાના ઇઝહાર અહમદને મળ્યો હતો. જ્યારે શ્રીલંકાના ચતુરંગા લકમલે બ્રોન્ઝ મેડલ જીત્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -