ભાવનગર: સમાજને શર્મસાર કરતી ઘટના ભાવનગરના જેસર તાલુકામાંથી બહાર આવી છે. અબોલ પશુ સાથે અશ્લીલ હરકત કરતા વ્યક્તિનો વિડીયો બહાર આવ્યો છે. અશ્લીલ વિડિયો બહાર આવતા જ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. સંગઠનના આગેવાન દ્વારા જેસર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે તે જ અબોલ ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા શખ્સનો વિડીયો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો
ભાવનગરના જેસર તાલુકામાં પશુ સાથેના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં નવો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે. પશુ સાથેનો અશ્લીલ વિડિયો બહાર આવ્યા બાદ પણ જેસર પોલીસે 10 દિવસ સુધી કાર્યવાહી ન કરી હોવાની વાત સામે આવી છે. હિન્દુ આગેવાન અને સંગઠન દ્વારા છેલ્લા દસ દિવસથી વિડીયો આધારે જેસર PSI ને રજૂઆતો કરી હતી પરંતુ કોઈ FIR નોંધી નહીં હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. બાદમાં મામલો વધુ ઉગ્ર બનતા ખુદ પોલીસ ફરિયાદી બની અને આરોપીને ઝડપી પાડ્યો છે.
તમને જણાવી દઈએ કે, પકડાયેલ આરોપી હનીફ સૈયદ વિરુદ્ધ આઈપીસીની કલમ 377 અને પશુ પ્રત્યે ઘાતકી વર્તન બદલ 11aa મુજબ ગુનો નોંધાયો છે. બનાવ અંગે મોડી ફરિયાદ દાખલ કરતા જેસર પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થતા રાજ્યભરમાં ચકચાર મચી છે. હિન્દુ સંગઠનની આજે જેસર તાલુકામાં મીટીંગ યોજવામાં આવશે જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
બીજેપી મહિલા નેતા સના ખાનની હત્યાનો ખુલાસો
મહારાષ્ટ્ર બીજેપી મહિલા નેતા સના ખાનની હત્યાનો ખુલાસો થયો છે. સનાની હત્યા તેના પતિ અમિત ઉર્ફે પપ્પુ સાહુએ કરી હતી. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાની પોલીસ અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાની પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આરોપી પપ્પુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો છે કે સનાની હત્યા કર્યા બાદ તેના પતિએ તેનો મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો. સના અમિતને મળવા માટે નાગપુરથી મધ્યપ્રદેશના જબલપુર ગઈ હતી. તે ત્યાંથી બે દિવસમાં પરત આવવાની હતી પરંતુ તે પાછી આવી જ નહી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસમાં આ વાત સામે આવી છે.