આણંદઃ ખંભાત તાલુકા ભાજપનાં કાર્યકર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના કાર્યકર કેતન ઉર્ફે પપ્પુ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના તાલુકા પંચાયતના સભ્યનાં પતિ છે કેતન પટેલ. ભાજપના કાર્યકરે મિત્રની પત્નીને જ હવસનો શિકાર બનાવી છે. ઉંદેલ ગામની પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી.
ફોટો અને વિડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતો હતો. તારાપુર અને વલ્લભવિદ્યાનગરની હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતો હતો. છેલ્લા એક વર્ષથી ગુજારતો હતો દુષ્કર્મ. પરિણીતાનો પતિ, જેઠ અને સસરા હત્યા કેસમાં જેલમાં હોઈ તકનો લાભ લઇ દુષ્કર્મ ગુજારતો હતો. પરિણીતાએ ખંભાત સીટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.
Anand: ગુજરાત કોંગ્રેસના આ નેતા જુગાર રમતા ઝડપાતા ચકચાર
Gambling: આણંદનાં વૉર્ડ નં 3 નાં કૉંગ્રેસના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાયા છે. નાપાડ વાંટા ગામે ચાલતા જુગાર ધામમાં કોંગ્રેસના નેતાઓ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આણંદ ગ્રામ્ય પોલીસે છાપો મારી કાઉન્સિલર સહિત 6 શખ્સોને ઝડપી પાડયા છે. વૉર્ડ નં 3 નાં કૉંગ્રેસના કાઉન્સિલર રજ્જાકભાઈ ઉર્ફે રજ્જાક કાળિયો જુગાર રમતા ઝડપાયા છે. રજ્જાકભાઈ અગાઉ અનેકવાર જુગારમાં પકડાયા હોવાની ચર્ચા છે. આણંદ ગ્રામ્ય પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો
તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો થયો છે. ખોટા સોગંદનામાના કેસમાં તીસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. તિસ્તાની આ જામીન અરજીના વિરોધમાં SITએ સોગંદનમું રજૂ કરેલું છે. SITના આ સોગંદનામમાં મોટો ખુલાસો થયો છે.
તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધા
તિસ્તાની જમીન અરજી સામે આ કેસની તાપસ કરી રહેલી SITએ રજૂ કરેલા સોગંદનામામાં SITએ દાવો કર્યો છે કે તિસ્તાએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તે સમયના પ્રમુખના રાજકીય સલાહકાર પાસેથી પૈસા સ્વીકાર્યા છે, જેનો ઉલ્લેખ સોગંદનામામાં પણ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખના તત્કાલીન રાજકીય સલાહકાર પાસેથી તીસ્તા સેતલવાડે સર્કિટ હાઉસમાં પૈસા સ્વીકાર્યા હોવાની સાબિતી અને સાક્ષી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
જામીન નહીં આપવા સોગંદનામામાં કરાઈ રજૂઆત
SITએ સોગંદનામામાં કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે ગુજરાતને તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થયો હતો. તીસ્તા સેતલવાડની આ બાબતે ભૂમિકા અંગેની તપાસ નાજુક તબક્કામાં હોવાની SITએ રજૂઆત કરી છે અને આરોપી સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તેવા અને પુરાવાનો નાશ કરી શકે તેવા હોવાથી જામીન નહીં આપવા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે.
25 જૂને થઇ હતી ધરપકડ
ગુજરાત ATSની ટીમે તિસ્તા સેતલવાડ અને પૂર્વ IAS અધિકારી આરબી શ્રીકુમારની 25 જૂને ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધ્યા બાદ ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેમની ધર