સુરત: સુરત શહેરના ઉમરા વિસ્તારમાં પાનનો ગલ્લો પડાવી લેવા માટે હત્યા કરવામા આવી હતી. આ હત્યારાની ક્રાઇમ બ્રાંચે 31 વર્ષે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. વર્ષ 1994થી આરોપી ફરાર હતો. આરોપી રામદયાલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.


સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભટાર પાસે આવેલો પાનનો ગલ્લો પડાવી લેવા માટે ગલ્લા માલિકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા કરવાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાંચની ટીમે ઉત્તરપ્રદેશ ઝડપી લીધો હતો. પાનનો ગલ્લાનો કબજો લેવા માટે પ્રયાસ કરતા રામુ અને આરોપી રામદયાલ તેના મિત્ર ડાકવા પ્રધાન સાથે મુસ્કાનની વચ્ચે ઝઘડો થયો હતો.


જેની અદાવત રાખીને તારીખ 3 જાન્યુઆરી 1994ના રોજ રામુ કાપડિયા હેલ્થ ક્લબ પાસે ગલ્લા પર હતો ત્યારે ડાકવા પ્રધાન સંતોષ મોતીરામ જયપ્રકાશ મૌર્ય અને બાબુ તે સાહુ સાથે પહોંચી ગયો અને રામુ પર છાતી અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી રામદયાલ શિવરામ પાંડે પોતના વતનમાં ભાગી ગયો હતો. 


ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતીકે આરોપી રામદયાલ પોતના વતનમાં છે બાતમીના આધારે પોલીસે ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લાના ખંડાસા થાનાના ભાવનગર ખાતે છાપો મારી આરોપી રામદયાલને પકડી પાડ્યો હતો. વર્ષ 2001ની સરપંચની ચૂંટણીમાં તેની સામે ઉભેલા ઉમેદવાર દિશેશ નરેન્દ્રબહાદુરની હત્યા કરી હતી​​​​​​​. 


પોલીસમાં પકડાયેલા આરોપી રામદયાલ સુરતથી ભાગ્યા બાદ પોતાના વતનમાં ગયો હતો. જ્યાં 2001માં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં તેની સામે ઉભેલા ઉમેદવાર દિશેશ નરેન્દ્રબહાદુર પાંડેની ગોળી મારી હત્યા કરી નાખી હતી. તેને સજા થઇ હતી અને 2021માં જેલમાંથી મુક્ત થયો હતો. 


સુરતમાં 20 વર્ષના પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ


સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. જે બાદ પોલીસે આરોપી ખંડુ ગોરખે મહાલેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના લીંબાયત વિસ્તારમાં મહિલાની હત્યા ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસે આજે આરોપી કંઠહૂ ગોરખે મહાલેની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી અને મહિલા વચ્ચે છેલ્લા 20 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે અવારનવાર પૈસાને લઈને ઝઘડો થયા કરતો હતો. હત્યાના આગલા દિવસે પણ મહિલા અને આરોપી વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો. જે બાદ આરોપીએ આવેશમાં આવીને પ્રેમિકાને પથ્થરથી માથાના ભાગે મારમારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.