Gandhinagar: આજે ભાજપનો ફરી વાર ભરતી મેળો યોજાયો. અંદાજિત 11 હજાર લોકો આજે કેસરિયો ધારણ કર્યો છે. આજના ભરતી મેળામાં અમદાવાદના અમરાઈવાડીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં આ તમામ લોકો ભાજપમાં જોડાયા છે.


કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નારણ રાઠવા આજે ભાજપમાં જોડાયા છે. તેઓની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે.


સી.આર. પાટીલે કહ્યું કે, 10500 થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. દેશના ઇતિહાસના પીએમ ઉપર ભરોસો મૂકી એક સાથે આટલા મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તમે સહુ એક પક્ષના કાર્યકર તરીકે જોડાયેલ હતા,તમને ઈચ્છા હતી કે લોકોના કામ થાય છે. પણ તમે જે પક્ષમાં હતા તે દિશાવિહીન પક્ષ હતો. તમને એ વાત ખૂંચતી હતી કે પક્ષનું કોઈ લક્ષ્ય નથી.


તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી ઉપર આજે દેશ અને દુનિયાને ભરોસો છે કે મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી. મોટા દેશના નેતાઓએ પણ નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથથર ઉપર લકીર છે. કોંગ્રેસે આજ સુધી અભી બોલા અભી ફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે. 1980 માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધી તમામ વચન પીએમે પૂર્ણ કર્યા છે. અમને પણ શંકા હતી કે રામ મંદિર ક્યારે બનશે. કોંગ્રેસનું રામ મંદિરની તારીખ બનાવવાનું મહેણું ભાગ્યું છે. તમામ લોકોને આમંત્રણ પણ આપ્યું અને મોટા ભાગના લોકો જોડાયા છે.


આપણે રામને ભગવાન માની એ છે. અયોધ્યાના રાજા માટે પણ આ મંદિર બનાવવાનું હતું એટલે આટલું ભવ્ય મંદિર ઉભું કર્યું છે. તમામ રાજકિય પક્ષને ભેગા કરી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. કોઈ પથ્થર મારો નહિ, કોઈ ઉહાપોહ નહિ.


કોંગ્રેસના એક નેતાએ 370 ને હાથ ન લગાવવા સંસદમાં કહ્યું હતું. કશ્મીરમાં લોહીની નદી વહેવાની વાત થતી હતી. પણ એક પથ્થરમારો પણ નથી થયો. તમે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. 2014 કે 2019 ના કાર્ડમાં કોંગ્રેસના 30 વર્ષના વચન, કોંગ્રેસના કામ નરેન્દ્ર મોદીએ 5 વર્ષમાં પૂર્ણ કર્યા છે.


પહેલા 5 વર્ષમાં ખાડા પુર્યા અને પછીના 5 વર્ષમાં વિકાસ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામથી વિદેશના નેતાઓ પણ ખુશ છે.