હોટલમાં મળ્યા ને બોલીવૂડ એક્ટ્રેસને પ્રોપર્ટી ડિલર સાથે બંધાયા સેક્સસંબંધ, પછી શું આવ્યો અંજામ?
આ સોદા પ્રમાણે કરવા ચૌથના દિવસે બવાનામાં સુનીતા સ્કૂટી પર જઈ રહી હતી, ત્યારે તેને ત્રણ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. પોલીસે સુનીતાની ડાયરીમાં તપાસ કરતાં પતિના એક્ટ્રેસ સાથેના પ્રેમસંબંધનો ખુલાસો થયો હતો. જેને આધારે પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં તેણે હત્યા કરાવી હોવાની કબૂલાત કરતાં પોલીસે એન્જેલ, મંજીત તેમજ એન્જેલના માનેલા પિતાની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, 26 વર્ષીય એન્જેલ ગુપ્તા એક્ટ્રેસ અને મોડેલ છે. તેના પિતાનું નિધન થઈ ગયું છે. જ્યારે તેની માતા દિલ્લીમાં સીપીડબલ્યૂડીની કર્મચારી છે અને તે આરકેપુરમ સ્થિત સરકારી ક્વાર્ટરમાં રહે છે. જ્યારે તેના માનેલા પિતા રાજીવ ગુપ્તા રોહિણીના સેક્ટર ત્રણાં રહે છે. જેમને દિલ્લીમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય છે. મુંબઈના જે ફ્લેટમાં એન્જેલ રહેતી હતી, તેનું 50 હજારનું ભાડું પણ રાજીવ આપતા હતા.
આજથી પાંચ વર્ષ પહેલા પ્રોપર્ટી ડિલર તરીકે કામ કરતાં મંજીત સાથે એક હોટલમાં એન્જેલની મુલાકાત થઈ હતી. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ બંને લગ્ન પણ કરવા માગતા હતા. જોકે, આ અંગે મંજીતની શિક્ષિકા પત્નીને ખબર પડી જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
નવી દિલ્લીઃ અનેક ફિલ્મોમાં અભિનય અને આઇટમ સોંગ કરી ચૂકેલી તેમજ મોડેલિંગ કરતી 26 વર્ષીય બોલીવૂડ એક્ટ્રેસની એક શિક્ષિકાની હત્યાના કેસમાં પોલીસે ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. એક્ટ્રેસ છેલ્લા પાંચ વર્ષથી એક પ્રોપર્ટી ડિલરના પ્રેમમાં હતા. જોકે, આ પ્રેમસંબંધમાં પ્રેમીની પત્ની આડખીલી બનતી હોવાથી એક્ટ્રેસે તેની હત્યા કરાવી નાંખી હતી.
સુનીતા અને મંજીતને લગ્ન પછી એક દીકરો અને એક દીકરી છે. સુનીતા લગ્નમાં વિઘ્ન બનતી હોય તેની હત્યા કરી નાંખવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે કોન્ટ્રાક્ટ કિલરનો સંપર્ક કર્યો હતો અને દસ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -