અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા સોલામાં ગઈકાલે રાત્રે એક ચકચારી ઘટના બની હતી જ્યાં પાડોશીએ જ એક 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું છે. સોલાના પાર્ક વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના 6 વર્ષના બાળકનું પાડોશમાં જ રહેતા રાહુલ પટેલે અપહરણ કર્યું હતું. કારમાં અપહરણ કર્યા બાદ બાળકને અવાવરુ જગ્યાએ લઈ જઈને ઉતારી દેવામાં આવ્યો હતો.


અપહરણની ઘટના CCTVમાં કેદઃ
સોલાના પાર્ક વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારના 6 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સોલા હાઈકોર્ટ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ પરિવારના પાડોશી રાહુલ પટેલે અમેઝ કારની ડેકીમાં નાખીને બાળકને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે, રાહુલ પટેલ બાળકને કારમાં લઈ જાય છે. અપહરણ કર્યા બાદ બાળકને અવાવરુ જગ્યાએ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બાળક ગંભીર હાલતમાં મળી આવતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 


પોલીસે આરોપી રાહુલ પટેલની અટકાત કરીઃ
સોલા હાઈકોર્ટ પોલીસે આ સમગ્ર ઘટનામાં આરોપી રાહુલ પટેલની અટકાત કરી લીધી છે. પોલીસ હાલ રાહુલ પટેલની પૂછપરછ કરી રહી છે અને અપહરણ શા માટે કર્યું તે અંગે તપાસ કરી રહી છે. જો કે હજી સુધી આ અપહરણ શા માટે કરવામાં આવ્યું હતું તેનું કારણ સ્પષ્ઠ નથી થયું. 


દાહોદઃ વોશરૂમમાં ગયેલી વિદ્યાર્થીનીનો મોબાઇલમાં વીડિયો બનાવી ગુજાર્યો બળાત્કાર


દાહોદઃ દાહોદના ઝાલોદમાં ટ્યૂશન ક્લાસિસના સંચાલકે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, દાહોદના ઝાલોદમાં એક ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો. ટ્યુશન ક્લાસિસના સંચાલકે  વોશરૂમમાં ગયેલી વિદ્યાર્થિનીનો વીડિયો મોબાઇલમાં ઉતાર્યો હતો.


ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાદમાં વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે પોલીસે પોલીસે ટ્યૂશન સંચાલક આરોપી નૈનેશ ડામોરની ધરપકડ કરી હતી.