પતિએ અન્ય યુવતી સાથેના સંબંધોનો બેશરમીથી સ્વીકાર કરીને કહી દીધું હતું કે, તું મને પસંદ નથી અને મારે બીજાં લગ્ન કરવાં છે તેથી છૂટાછેડા આપી દે. પતિ એવું પણ કહેતો કે, અહીં રહેવુ હોય તો બધુ સહન કરવું પડશે, મને તારામાં કોઇ રસ નથી.
આ પ્રકારના અત્યાચારથી કંટાળીને યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ઘરના છ સભ્યો સામે ગુનો નોધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નરોડામાં રહેતી અને કઠવાડા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ વડોદરામાં રહેતા પતિ- સાસુ તથા સસરા સહિત સાસરિયાના છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનાં એક વર્ષ પહેલા સામાજિક રિતી રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના એક મહિના બાદ એમ.કોમનો અભ્યાસ કરવા તે પિયરમાં રહેવા માટે આવી હતી, દરમિયાન યુવતી પતિ સાથે વાતચીત કરતી ત્યારે તેમનો મોબાઇલ સતત વ્યસ્ત રહેતો અને પતિ વાત પણ કરતો ન હતો.
દરમિયાનમાં પતિ ચાર દિવસ પત્ની સાથે અમદાવાદ રહેવા આવ્યો ત્યારે પતિનો મોબાઇલ ચેક કરતાં તે વોટેસએપ પર અન્ય યુવતી સાથે મેસેજની આપ-લે કરતા હતા અને તેને રૂપિયા 2000 ટ્રાન્સફર કર્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. યુવતીએ બીજી યુવતી વિશે પૂછતાં તકરાર શરુ થઇ હતી. ત્યાર બાદ યુવકે પત્ની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું. 7 જુલાઇ 2020ના રોજ પતિએ ગુસ્સે થઇને મારઝૂડ કરી હરતી અને ગાળો બોલીને કહ્યું હતું કે, મારા ઘરમાં રહેવું હોય તો આ બધુ સહન કરવું પડશે. ના ફાવતું હોય તો અહીથી ચાલી જા. મને તારામાં કોઇ રસ નથી, મારે બીજા લગ્ન કરવા છે તેથી. તુ મને છૂટાછેડા આપી દે.
સાસરિયાં પણ પતિને સાથ આપતા હતા અને તારા પિતાએ માગ્ય પ્રમાણે દહેજ આપ્યું નથી, એવું કહીને ત્રાસ આપતાં યુવતીએ સાસરિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.