#MeToo: ‘સંજૂ’ ફિલ્મના આ એક્ટરના પિતા પર લાગ્યો જાતીય શોષણનો આરોપ
નમિતા ઉપરાંત વધુ એક મહિલાએ શ્યામ કૌશલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે શ્યામ તેને વારંવાર મેસેજ કરીને પોતાના રૂમમાં બોલાવતા હતા. જ્યારે મહિલાએ તેના માટે ના પાડી તો શ્યામે સેટ પર તેની મજાક ઉડાડવાનું શરૂ કર્યું હતું. તે મહિલાને માનસિક હેરાન કરવા લાગ્યા હતા. જોકે આ બન્ને મહિલાઆ આરોપા સામે હજુ સુધી શ્યામ કૌશલે કોઈ નિવેદન આપ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ બોલિવૂડમાં ચાલી રહેલ #MeToo કેમ્પેઈન બાદ અનેક મોટા નામો પર કથિત રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લાગ્યા છે. આ લોકોમાં આલોક નાથ, નાના પાટેકર, વિકાસ બહલ, સાજિદ ખાન, અભિજીત, કૈલાશ ખેર જેવા મોટા નામ સામેલ છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે.
અહેવાલ અનુસાર, નમિતાનો આરોપ છે કે, વર્ષ 2006માં એક આઉટડોર શૂટિંગ દરમિયાન કૌશલે તેને પોતાના રૂમમાં ડ્રિંક્સ માટે બોલાવી હતી. જોકે ત્યાર બાદ નમિતાએ આમ કરવાની ના પાડી પરંતુ સાંજે કૌશલે તેને લઈ જવાની જીદ કરતા રહ્યા અને કથિત રીતે તેને પોર્ન ક્લિપ બતાવી. ત્યાર બાદ નમિતા ગમેતેમ કરીને રૂમની બહાર નીકળી.
હવે એક નમિતા પ્રકાશ નામની મહિલાએ જાણીતા એક્શન ડાયરેક્ટર અને ‘સંજૂ’ ફિલ્મના એક્ટર વિકી કૌશલના પિતા શામ કૌશલ પર કથિત રીતે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. નમિતાએ ‘મનોરમા સિક્સ ફીટર અંડર’, ‘અબ તક છપ્પન’ અને ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ’ જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર કામ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -